Shubman Gill Birthday : 100 રૂપિયાથી શરૂ થઈ કરોડપતિ બનાવા સુધી, આવી રહી છે ગિલની સફર
શુભમન ગિલ 26 વર્ષનો થઈ ચૂક્યો છે અને અંદાજે 50 કરોડનો માલિક છે.પરંતુ શું તમે જાણો છો કે આ પૈસાની કમાણી ક્યાંથી કરે છે. ક્રિકેટ સિવાય શુભમન ગિલ આ 20 જગ્યાએથી સારી એવી કમાણી કરે છે.

શુભમન ગિલ પોતાનો 26મો જન્મદિવસ દુબઈમાં સેલિબ્રેટ કરી રહ્યો છે. કારણ એ છે કે, એશિયા કપની શરુઆત 9 સપ્ટેમ્બરથી થશે. આ ટૂર્નામેન્ટમાં ભારતના અભિયાનની શરુઆત 10 સપ્ટેમબરથી થશે. પરંતુ આ પહેલા વાઈસ કેપ્ટન ગિલ જન્મદિવસ સેલિબ્રેટ કરશે.

રિપોર્ટ મુજબ શુભમન ગિલ અંદાજે 50 કરોડ રુપિયાનો માલિક છે. આ તેની નેટવર્થ છે. ગિલ આટલા પૈસા ક્યાંથી કમાય છે. તેના વિશે આપણે વાત કરીએ અને ગિલની ક્રિકેટ બનવાની સફર ક્યાંથી શરુ થઈ છે. ગિલની આ સફળતા પાછળ પિતાનો મોટો ફાળો છે.

ગિલના પિતા ગામના છોકરા પાસે બોલિંગ કરાવતા હતા અને શરત રાખતા હતા કે, જે ગિલની વિકેટ લેશે તેને 100 રુપિયા આપશે.100 રુપિયાથી શરુ થયેલું કરિયર આજે 50 કરોડ સુધી પહોંચ્યું છે.હવે એ સવાલ થાય કે આટલી કમાણી ક્યાંથી કરે છે.

રિપોર્ટ મુજબ ગિલનો કમાવવાનો સોર્સ ક્રિકેટ તો છે. આ સિવાય 20 એવી વસ્તુઓ છે.આ બધી 20 વસ્તુઓ તેની બ્રાન્ડ છે જેને તે સમર્થન આપે છે.

શુભમન ગિલ જે 20 બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે અને ઘણા પૈસા કમાય છે તેના નામ નીચે મુજબ છે: NIKE, Gillette, CEAT, Casio, Bajaj Allianz Life, Coca Cola, My Circle, Beats by Dre, Oakley, The Sleep Company, Muscle Blaze, ITC Engage, TVS, JBL, Tata Capital, Cinthol, Fiama Men, Wings, Capri Loans, Games 24×7.

બીસીસીઆઈનો વર્ષના કરાર હેઠળ ગ્રેડ એમાં હોવાથી ગિલને 5 કરોડ રુપિયા મળે છે. જ્યારે આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સમાંથી 16.50 કરોડ રુપિયા મળે છે. આ સિવાય મેચ ફી અને મેચ દરમિયાન પર્ફોમન્સને લઈ મોટી કમાણી કરે છે. આ સિવાય ગીલ સારી કમાણી 20 મોટી બ્રાન્ડમાંથી કરે છે. જેની તે જાહેરાત કરે છે. (PHOTO: PIT)
શુભમન ગિલનો આજે છે જન્મદિવસ,જાણો પરિવારમાં કોણ કોણ છે,અહી ક્લિક કરો
