જો વરસાદને કારણે આજે સેમિફાઈનલ પૂરી ન થાય તો ? આ ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકાનું સમીકરણ છે

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023 ની બીજી સેમિફાઇનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ છે. આ મેચમાં વરસાદનું વિઘ્ન જોવા મળ્યુ. જો ફરી વરસાદને કારણે મેદાન પાણી પાણી થઈ જાય તો શું ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2023 | 5:24 PM
વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલ જેટલી રોમાંચક હતી, બીજી સેમિફાઇનલ પણ એટલી જ નિરાશાજનક રહે તેવી શક્યતાઓ છે. કારણ કે વરસાદ અવરોધરૂપ જણાય છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023 ની બીજી સેમિફાઇનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ છે. આ મેચમાં વરસાદનું વિઘ્ન જોવા મળ્યુ. જો ફરી વરસાદને કારણે મેદાન પાણી પાણી થઈ જાય તો શું ?

1 / 5
આ બધા વચ્ચે સવાલ થઈ રહ્યો છે કે જો વરસાદને કારણે મેચ પૂરી ના થાય તો શું ? જો બંને ટીમ બેટિંગ પૂરી કરી ના શકે તો શું થશે ? ચાલો જાણીએ સેમિફાઈનલ મેચના સમીકરણો.

2 / 5
આઈસીસીએ વર્લ્ડ કપની નોકઆઉટ મેચો માટે રિઝર્વ ડેનો નિયમ રાખ્યો છે. જો વરસાદના કારણે ગુરુવારે મેચ પૂર્ણ નહીં થાય તો શુક્રવારે મેચ રમાશે. આવી સ્થિતિમાં મેચની શરૂઆત સમાન સ્કોરથી થશે.

3 / 5
છેલ્લી વખત 2019ના વર્લ્ડ કપમાં પણ આવું બન્યું હતું. માન્ચેસ્ટરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચના પહેલા દિવસે વરસાદ પડ્યો હતો. જે બાદ બીજા દિવસે મેચ પૂર્ણ થઈ હતી. ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

4 / 5
જો કોલકાતામાં રિઝર્વ ડે પર પણ મેચ પૂર્ણ નહીં થાય તો દક્ષિણ આફ્રિકાની ટીમ ફાઇનલમાં પહોંચી જશે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા કરતાં તેની સારી સ્થિતિને કારણે તેને ફાઈનલ મેચમાં સ્થાન મળશે. જો કે, અમ્પાયર ઈચ્છે છે કે તે પહેલા મેચ કોઈક રીતે પૂર્ણ થઈ જાય. જો સાઉથ આફ્રિકાના દાવ બાદ ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સમાં 20 ઓવર રમાશે તો ડકવર્થ-લુઇસ નિયમના આધારે વિજેતા જાહેર કરવામાં આવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">