Best Mileage Bikes : 70 kmની માઈલેજ, કિંમત છે માત્ર 60 હજાર રૂપિયા, હીરોની આ બાઇકે મચાવી ધૂમ!
રોજિંદી મુસાફરી માટે શ્રેષ્ઠ માઈલેજ ધરાવતી બાઇક જોઈએ છે, પણ તમારું બજેટ ઓછું છે ? તો આજે અમે તમને હીરો મોટોકોર્પની એક ફેમસ બાઇક વિશે જણાવીશું જે તેની ઓછી કિંમત હોવા છતાં પણ સારી માઇલેજ આપે છે.

રોજિંદી મુસાફરી માટે શ્રેષ્ઠ માઈલેજ ધરાવતી બાઇક જોઈએ છે, પણ તમારું બજેટ ઓછું છે ? તો આજે અમે તમને હીરો મોટોકોર્પની એક ફેમસ બાઇક વિશે જણાવીશું જે તેની ઓછી કિંમત હોવા છતાં પણ સારી માઇલેજ આપે છે, જેના કારણે આ બાઇક દરેકને પસંદ આવે છે.

આ બાઇકનું નામ છે Hero HF Deluxe, આ મોટરસાઇકલની કિંમત કેટલી છે અને એક લિટર પેટ્રોલમાં આ બાઇક કેટલા કિલોમીટર દોડે છે, તેના વિશે જાણીશું.

Hero MotoCorpની આ બજેટ ફ્રેન્ડલી બાઇકના બેઝ વેરિઅન્ટની કિંમત 59,998 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. જો તમે આ બાઇકનું ટોપ વેરિઅન્ટ ખરીદો છો, તો તમારે તેના માટે 69,018 રૂપિયા (એક્સ-શોરૂમ) ખર્ચવા પડશે.

એન્જીન વિશે વાત કરીએ તો હીરો કંપનીની આ બાઇકમાં 97.2 cc સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન છે, જે 7.9bhp પાવર અને 8.05Nm ટોર્ક જનરેટ કરે છે.

Hero HF Deluxe માઈલેજની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર Hero MotoCorpની આ બાઈક એક લીટર પેટ્રોલમાં 70 કિલોમીટર સુધીની માઈલેજ આપે છે.
