રાણી લક્ષ્મીબાઈના નિધન પછી તેમના પુત્રનું શું થયું ? આજે ક્યાં છે ઝાંસીની રાણીના વંશજો ?

રાણી લક્ષ્મીબાઈની વાત કરીએ, તો તેમની નિડરતા અને બહાદુરી આપણે બધા જાણીએ છીએ. જેમણે પોતાના સ્વાભિમાન અને દેશ માટે બલિદાન આપ્યું હતું. ત્યારે શું તમે જાણો છો કે, રાણી લક્ષ્મીબાઈના નિધન પછી તેમના પુત્રનું શું થયું ? તેમના વંશજો આજે ક્યાં છે ? તેના વિશે આ લેખમાં જાણીશું.

રાણી લક્ષ્મીબાઈના નિધન પછી તેમના પુત્રનું શું થયું ? આજે ક્યાં છે ઝાંસીની રાણીના વંશજો ?
Rani Lakshmibai
Follow Us:
| Updated on: Dec 04, 2024 | 7:08 PM

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેમની નિડરતા અને બહાદુરીની કહાની આપણે બધા જાણીએ છીએ. જેમણે પોતાના સ્વાભિમાન અને દેશ માટે બલિદાન આપ્યું. ત્યારે શું તમે જાણો છો કે, રાણી લક્ષ્મીબાઈના નિધન પછી તેમના પુત્રનું શું થયું, તેમણે ઝાંસી પર નિયંત્રણ મેળવવા માટે ફરીથી કોઈ યુદ્ધ લડ્યું હતું કે કેમ ? તેમના વંશજો આજે ક્યાં છે ? તેના વિશે આ લેખમાં જાણીશું.

રાણી લક્ષ્મીબાઈના વંશજો વિશે વાત કરીએ, તે પહેલા રાણી લક્ષ્મીબાઈ વિશે થોડું જાણી લઈએ, રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ બનારસના એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું, જેમને પ્રેમથી બધા મનુ કહેતા હતા. 1842માં મનુના લગ્ન ઝાંસીના મહારાજા ગંગાધર રાવ નેવલેકર સાથે થયા હતા. લગ્ન પછી મણિકર્ણિકાનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું.

લગ્ન પછી રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો, પરંતુ તે માત્ર ચાર મહિના જ જીવી શક્યા. આ પછી લક્ષ્મીબાઈ અને મહારાજા ગંગાધર રાવે રાણીના નજીકના ભાઈ ગણાતા વાસુદેવના પુત્ર આનંદ રાવને દત્તક લીધા હતા અને દામોદર રાવ નામ રાખ્યું. ત્યાર બાદ મહારાજાનું પણ લગ્નના 11 વર્ષ બાદ અવસાન થયું હતું. તેમના પતિ અને પુત્રને ગુમાવ્યા પછી રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની સત્તા તેમના હાથમાં લીધી. કારણ કે તે સમયે દામોદર રાવ ખૂબ નાના હતા.

Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024

અંગ્રેજોએ ઝાંસીને કબજે કરવાનો પ્લાન બનાવ્યો

ઝાંસીના મહારાજાના મૃત્યુ સમયે ડેલહાઉસી ભારતમાં બ્રિટિશ ઈન્ડિયા કંપનીના વાઈસરોય હતા, તેમને લાગ્યું કે ઝાંસીને કબજે કરવાનો આ શ્રેષ્ઠ સમય છે, કારણ કે તેમને એમ હતું કે, ઝાંસીની રક્ષા કરવાવાળું હવે કોઈ નથી. આ પછી તેમણે રાણી લક્ષ્મીબાઈ સાથે વાતચીતનો રાઉન્ડ શરૂ કર્યો. અંગ્રેજ સરકારે રાણી લક્ષ્મીબાઈ પર સતત દબાણ લાવવાનું શરૂ કર્યું.

રાણી લક્ષ્મીબાઈ સમજી ગયા કે આ સમયે અંગ્રેજ સરકારની નજર ઝાંસી પર છે. અંગ્રેજ સરકારે દત્તક પુત્ર દામોદરને ઝાંસીના વારસદાર તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો અને લક્ષ્મીબાઈની વિરુદ્ધ થઈ ગઈ. બ્રિટિશ સરકારે ઝાંસીની રાણીને 60,000 રૂપિયાનું વાર્ષિક પેન્શન લેવા અને ઝાંસીનો કિલ્લો તેમને સોંપવા કહ્યું.

રાણી લક્ષ્મીબાઈ સમજી ગયા હતા કે અંગ્રેજો હવે બળનો ઉપયોગ કરીને તેમનું સામ્રાજ્ય કબજે કરવાનો પ્રયાસ કરશે. રાણી લક્ષ્મીબાઈએ ગુલામ ગૌસ ખાન, દોસ્ત ખાન, ખુદા બક્ષ, કાશી બાઈ, લાલાભાઈ બક્ષી, મોતી બાઈ, દિવાન રઘુનાથસિંહ અને દીવાન જવાહરસિંહ સાથે મળીને 14,000 બળવાખોરોની મોટી સેના અંગ્રેજો સામે બળવો કરવા તૈયાર કરી.

રાણીએ અંગ્રેજો સામે ઝૂકવાની ના પાડી

રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો સામે લડવા માગતી ન હતી, પરંતુ તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે કોઈ પણ સંજોગોમાં તે પોતાની ઝાંસી અંગ્રેજ શાસનને સોંપશે નહીં. એવું માનવામાં આવે છે કે અંગ્રેજોએ રાણી લક્ષ્મીબાઈને નિઃશસ્ત્ર મળવા માટે કહ્યું હતું જેથી તેઓ વાત કરી શકે, પરંતુ રાણી લક્ષ્મીબાઈને વિશ્વાસ ન થયો. રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોને મળવાની ના પાડી. જે બાદ અંગ્રેજોએ 1857ના સંગ્રામમાં ઝાંસી પર આક્રમણ કરવાનું શરૂ કર્યું.

રાણી પુત્રને પીઠ પર બાંધીને યુદ્ધભૂમિમાં ઉતરી

23 માર્ચ, 1858ના રોજ બ્રિટિશ દળોએ ઝાંસી પર હુમલો કર્યો અને 30 માર્ચે ભારે બોમ્બમારાથી અંગ્રેજો કિલ્લાની દિવાલને તોડવામાં સફળ થયા. આ પછી 17 જૂન, 1858ના રોજ રાણી લક્ષ્મીબાઈ તેમના અંતિમ યુદ્ધ માટે નીકળી ગયા. ત્યારે તેમને ખબર નહોતી કે આ રાત તેમની છેલ્લી રાત હશે. રાણી લક્ષ્મીબાઈ તેમના દત્તક પુત્રને પીઠ પર બાંધીને યુદ્ધભૂમિમાં ઉતર્યા હતા. અંગ્રેજો સામે તેઓ બહાદૂરીથી લડ્યા અને અંતે વીરગતિ પામ્યા.

લક્ષ્મીબાઈના નિધન પછી તેમના પુત્રનું શું થયું ?

લક્ષ્મીબાઈના મૃત્યુ બાદ તેમના વફાદારોએ દામોદર રાવની જવાબદારી લીધી હતી. અગ્રેજો સામેની લડાઈમાં માત્ર 60 લોકો જ બચ્યા હતા. જેમાંથી નન્હે ખાન રિસાલેદાર, ગણપત રાવ, રઘુનાથ સિંહ અને રામચંદ્ર રાવ દેશમુખે દામોદર રાવના રક્ષણની જવાબદારી ઉપાડી. 22 ઘોડા અને 60 ઊંટ સાથે તેઓ બુંદેલખંડના ચંદેરી તરફ પ્રયાણ કર્યું. તેમની પાસે ખાવા, રાંધવા અને રહેવા માટે કંઈ નહોતું. તેમને અંગ્રેજોના ડરથી કોઈ ગામમાં આશરો મળ્યો નહીં. તેમને રસ્તામાં ઘણો રઝળપાટ કરવો પડ્યો. રાણી લક્ષ્મીબાઈના મૃત્યુ બાદ દામોદર રાવને ઘણું કષ્ટ વેઠવું પડ્યું હતું.

આ દરમિયાન લલિતપુર ગામના એક વ્યક્તિએ તેમને આશરો આપ્યો, પરંતુ તેમણે પણ પૈસા અને બીજો માલ-સામાનના આપવાની શરતે રહેવાની છૂટ આપી. ત્યાર બાદ આ લોકોમાંથી એક ગ્રુપ દામોદર રાવને લઈને જંગલના રસ્તે રવાના થયું. આ રીતે લગભગ 2 વર્ષ સુધી દામોદર રાવ આ લોકો સાથે ભટકતા રહ્યા. આ દરમિયાન તેઓ ખુબ બિમાર પણ થયા. ત્યાર બાદ તેઓ ગ્વાલિયરના એક ગામ પાસે આવી પહોંચ્યા. જેની જાણ અંગ્રેજોને થતાં અંગ્રેજોએ તેમની ધરપકડ કરી.

જો કે, અંગ્રેજોને ખબર નહોતી કે, જે લોકોની તેમણે ધરપકડ કરી છે, તેમાં એક રાણી લક્ષ્મીબાઈના પુત્ર પણ છે. આ દરમિયાન દામોદર રાવના સંરક્ષકોને મિસ્ટર ફ્લિન્ક વિશે જાણ થઈ. ફ્લિન્ક અંગ્રજોના પોલિટિકલ એજન્ટ હતા અને તેમના ઝાંસી સાથે સારા સંબંધો હતો. તેથી આ લોકોએ ફ્લિન્કને દામોદર રાવ ખૂબ નાના છે અને તેમને આ રીતે સજા ના થવી જોઈએ તે વિશે સમજાવ્યું. જે બાદ ફ્લિન્કની મદદથી દામોદર રાવને ગ્વાલિયરથી ઈન્દોર લઈ જવામાં આવ્યા.

જો કે, ઈન્દોર લઈ જવા પહેલા તેમને 3 મહિના જેલમાં રાખવામાં આવ્યા. એ સમયે તેમની ઉંમર ઘણી ઓછી હતી. આ તમામ મુશ્કેલીઓ પછી મે, 1860માં ઈન્દોર લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમને કાશ્મીરના મુનશી ધર્મનારાયણને સોંપવામાં આવ્યા અને વર્ષે 10,000 પેન્શન આપવાનું નક્કી કરાયું. એ સમયે દામોદર રાવ પાસે આ પેન્શન સ્વીકારવા સિવાય કોઈ રસ્તો નહોતો.

ઝાંસીની રાણીના વંશજો આજે ક્યાં છે ?

દામોદર રાવે ઈન્દોરમાં જ અભ્યાસ કર્યો. ત્યાર બાદ તેમણે લગ્ન કરી લીધા. પરંતુ થોડા સમય પછી દામોદર રાવની પહેલી પત્નીનું અવસાન થયું. ત્યાર બાદ તેમણે બીજી વાર લગ્ન કર્યા અને તેમને લક્ષ્મણ રાવ નામનો પુત્ર થયો. દામોદર રાવ એક ચિત્રકાર હતા, તેમણે તેમની માતાની યાદમાં ઘણા ચિત્રો દોર્યા છે, જે ઝાંસી પરિવારનો અમૂલ્ય વારસો છે. દામોદર રાવનું દુઃખદ અને મુશ્કેલ જીવન 28 મે, 1906ના રોજ ઈન્દોરમાં સમાપ્ત થયું.

ત્યાર પછીની પેઢીમાં લક્ષ્મણ રાવના પુત્રો કૃષ્ણ રાવ અને ચંદ્રકાંત રાવ હતા. કૃષ્ણ રાવને બે પુત્રો હતા, મનોહર રાવ અને અરુણ રાવ. ચંદ્રકાંતને ત્રણ પુત્રો હતા. અક્ષય ચંદ્રકાંત રાવ, અતુલ ચંદ્રકાંત રાવ અને શાંતિ પ્રમોદ ચંદ્રકાંત રાવ. રાણી લક્ષ્મીબાઈના વંશજોમાંથી એક દામોદર રાવના વંશજો ઈન્દોરમાં રહે છે. આ પરિવાર હજુ પણ ઈન્દોરમાં રહે છે અને ઝાંસીવાસી તરીકે ઓળખાય છે.

રાણી લક્ષ્મીબાઈના વંશજો 2021 સુધી મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં રહેતા હતા. પરંતુ તેમના વંશજોમાંથી એક યોગેશ અરુણ રાવ હવે નાગપુરમાં રહે છે. યોગેશ અરુણ રાવ રાણી લક્ષ્મીબાઈના પરિવારના છઠ્ઠી પેઢીના સભ્ય છે. તેઓ સોફ્ટવેર એન્જિનિયર છે અને તેમની પત્નીનું નામ પ્રીત છે. તેમને પ્રિયેશ અને ધાનિકા નામના બે બાળકો છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી
અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી
અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ
અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ
રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો
રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
g clip-path="url(#clip0_868_265)">