આ ફાસ્ટ બોલરે એવી બોલિંગ કરી કે, 87 બોલમાં એક પણ રન આપ્યો નહીં
ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે રણજી ટ્રોફીમાં હૈદરાબાદ માટે રમતા શાનદાર બોલિંગ કરી હતી. સિરાજે વિદર્ભ વિરુદ્ધ એવી બોલિંગ કરી કે, 87 બોલમાં એક પણ રન આપ્યો ન હતો.

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે રણજી ટ્રોફીમાં હૈદરાબાદ માટે રમતા શાનદાર બોલિંગ કરી હતી. સિરાજે વિદર્ભ વિરુદ્ધ એવી બોલિંગ કરી કે, 87 બોલમાં એક પણ રન આપ્યો ન હતો.

મોહમ્મદ સિરાજ જેવો ઓસ્ટ્રેલિયા પ્રવાસથી ભારત પરત ફર્યો છે. ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો. તેને ન તો ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં તક મળી કે, ન તો વનડે સીરિઝમાં સ્થાન મળ્યું. ચેમ્પિયન ટ્રોફી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે આ બોલર શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

આ જમણા હાથના ફાસ્ટ બોલરે રણજી ટ્રોફીમાં શાનદાર બોલિંગ કરી હતી. નાગપુરમાં રમાઈ રહેલી મેચમાં વિદર્ભની ટીમ માત્ર 190 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેમાં મોહમ્મદ સિરાજે મોટી ભૂમિકા ભજવી હતી.

આ મેચમાં મોહમ્મદ સિરાજે એવી બોલિંગ કરી કે,વિદર્ભ માટે તેના બોલ પર રન બનાવવા લગભગ અશક્ય બની ગયા. તમને જાણીને નવાઈ લાગશે કે સિરાજે 87 બોલમાં એક પણ રન આપ્યો ન હતો.

મોહમ્મદ સિરાજે વિદર્ભ વિરુદ્ધ 18 ઓવર નાંખી હતી. જેમાં 7 ઓવર મેડન હતી. સૌથી મોટી વાત એ છે કે, આ બોલરે સૌથી વધારે 87 ડોટ બોલ નાંખ્યા હતા. તેનો ઈકોનોમી રેટ માત્ર 2.61 રન પ્રતિ ઓવર રહ્યો છે.

રણજી ટ્રોફીન મેચમાં હૈદરાબાદ માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરી. 18 ઓવરમાં સિરાજે માત્ર 1 વિકેટ લીધી હતી અને 47 રન આપ્યા હતા.મોહમ્મદ સિરાજે 18 ઓવરમાં 7 મેડન ઓવર હતી અને 47 રન આપી 1 વિકેટ લીધી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સાથે જોડાયેલ તમામ ન્યૂઝ વિશે જાણકારી મેળવવા કરો ક્લિક

































































