Patan : ડિંડરોળ ગામમાં યુવક પર ઝેરી મધમાખીઓનો હુમલો, 100થી વધુ મધમાખીઓએ માર્યા ડંખ, જુઓ Video
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડિંડરોળ ગામમાં રહેતાં 35 વર્ષના યુવકને અચાનક જ ઝેરી મધમાખીઓ એટેક કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેના પગલે પરિવારજનો દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા છાપી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની ટીમને કોલ કર્યો હતો.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડિંડરોળ ગામમાં રહેતાં 35 વર્ષના યુવકને અચાનક જ ઝેરી મધમાખીઓ એટેક કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેના પગલે પરિવારજનો દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા છાપી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની ટીમને કોલ કર્યો હતો. કોલ મળતા જ 108ના ઈએમટી અને પાઈલોટ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં.
આ ઘટના સ્થળ પર પહોંચ્યાં પછી ઈએમટી (ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન) દ્વારા તપાસ કરતા દર્દીના માથાના ભાગે આશરે 100થી પણ વધારે ઝેરી મધમાખીઓએ ડંખ મારેલો હતો. દર્દીના શરીર પાસે ઝેરી મધમાખીઓનું ઝુંડ મોટા પ્રમાણમાં હતું.
108ની ટીમ દ્વારા પોતાની આગવી સૂઝબૂઝથી એમ્બ્યુલન્સમાં રહેલી PPE કીટ(સેફ્ટી કીટ) નો ઉપયોગ કરી દર્દી પાસે જઈ એમ્બ્યુલન્સમાં રહેલું સેનિટાઈઝર અને શેમ્પૂનો ઉપયોગ સ્પ્રે દ્વારા દર્દી પાસેથી મધમાખીને દૂર કરીને દર્દીને તરત જ એમ્બ્યુલન્સમાં લઈ ઈએમટી દ્વારા અમદાવાદ ખાતે 108ના ડૉક્ટરને દર્દીની સંપૂર્ણ માહિતી આપી તેમની સલાહ મુજબ જરૂરી દવાઓ તેમજ પ્રાથમિક સારવાર આપી દર્દીને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા.

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો

સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો

મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
