1800 કરોડનો ખર્ચ 1000 મજુરોની મદદથી 117 દિવસમાં સ્ટેડિયમ તૈયાર થયુ, પરંતુ પાકિસ્તાન એક પણ મેચ રમશે નહીં
PCBએ જે સ્ટેડિયમ બનાવવા માટે કરોડો રુપિયાનો ખર્ચો કર્યો છે. ત્યાં પાકિસ્તાન એક પણ મેચ રમશે નહી. પાકિસ્તાનના ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર હોવાના સમાચાર સાથે પણ આ વાતની પુષ્ટિ થઈ હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન ટ્રોફી 2025 માટે જે સ્ટેડિયમ રમવા માટે તૈયાર કર્યું હતુ, હવે આ જ સ્થળે ટીમ એક પણ મેચ રમશે નહી. અમે વાત કરી રહ્યા છીએ લાહૌરના ગદ્દાફી સ્ટેડિયમની.

જેને આઈસીસી ઈવેન્ટ પહેલા 1000 મજુરોની મદદથી સ્ટેડિયમ તૈયાર કર્યું હતુ. આ કામ પૂર્ણ કરવામાં 117 દિવસનો સમય લાગ્યો હતો અને 1800 કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો.

સ્ટેડિયમ તૈયાર થવા પર PCBએ નિવેદન આપ્યું હતુ કે. તેમણે સ્ટેડિયમ તૈયાર કરવા માટે અંદાજે 1300 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. પરંતુ થોડા જ સમયમાં ખર્ચ 1800 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો.

આ સ્ટેડિયમ પર યજમાન પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ નહીં રમે, જેને બનાવવામાં 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. કારણ કે તેને ગ્રુપ સ્ટેજથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ છે.

પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ Aમાં ભારત, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સાથે છે. સેમીફાઈનલમાં જનારી આ ગ્રુપમાંથી બે ટીમો કન્ફર્મ થઈ ગઈ છે, જેમાંથી એક ભારત અને બીજી ન્યુઝીલેન્ડ છે.

સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયેલી પાકિસ્તાનની ટીમે તેની પ્રથમ મેચ કરાચીમાં રમી હતી, જ્યારે બીજી મેચ દુબઈમાં. અને હવે તે રાવલપિંડીમાં 27મી ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે ત્રીજી મેચ રમશે. આનો અર્થ એ થયો કે હવે તેમના માટે લાહોરમાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમવી મુશ્કેલ છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. પાકિસ્તાનના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
