Women Health : શું તમે પણ અનિયમિત પીરિયડ્સની સમસ્યાથી પરેશાન છો? જાણો તેના કારણો ક્યા ક્યા છે
અનિયમિત પીરિયડ માટે અનેક કારણો જવાબદાર છે. મહિલાઓના સ્વાસ્થમાં થતા હોર્મોનલ ફેરફારો, લાઈફસ્ટાઈલ અથવા સ્ત્રીઓના સ્વાસ્થ્યમાં અંતર્ગત રોગની નિશાની હોઈ શકે છે. તો અનિયમિત પીરિયડસ વિશે ક્યા કારણો જવાબદાર છે. તેના વિશે વિગતે જાણીએ.

અનિયમિત પીરિયડના કારણે PCOS, થાઇરોઇડ વગેરે જેવી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. મહત્વની વાત એ છે કે જો તમે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરો, તો તમે તમારા પીરિયડને સરળતાથી નિયમિત કરી શકો છો.

અનિયમિત પીરિયડના સંભવિત કારણો આપણે જોઈએ તો. શરીરમાં એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, થાયરોડ હોર્મોનલ અસંતુલન હોવાના કારણે પીરિયડ અનિયમિત આવી શકે છે.હોર્મોનલ અસંતુલન વિવિધ કારણોસર થઈ શકે છે, જેમ કે તણાવ, વૃદ્ધત્વ અથવા હોર્મોનલ ડિસઓર્ડર.

પીસીઓએસ(Polycystic Ovary Syndrome)માં અંડાશયમાં નાની સંખ્યામાં સિસ્ટ બની જાય છે અને હોર્મોનલ અસંતુલનના કારણે પીરિયડ અનિયમિત આવે છે. આ સિવાય આ સ્થિતિમાં હંમેશા અણગમતા વાળ ઉગવા, વજન વધવું તેમજ ત્વચા સબંધિત સમસ્યાઓ પણ જોવા મળી શકે છે.

વધુ પડતો તણાવ, અનિયમિત ઊંઘ, વધુ પડતી કસરત અથવા અસંતુલિત આહાર પણ માસિક ચક્રને અસર કરી શકે છે. વજનમાં વધુ પડતું ઘટાડો અથવા વધારો પણ એક મુખ્ય કારણ હોઈ શકે છે. તેમજ આપણે અન્ય કારણો જોઈએ તો ગર્ભનિરોધક દવાનો ઉપયોગ બંધ કરવો જોઈએ.

અનિયમિત પીરિયડના લક્ષણો જોઈએ તો. પીરિયડનો સમય દર મહિને અલગ અલગ હોય કે પછી ક્યારેક મહિનામાં 2 વખત પીરિયડ આવે છે. તો કેટલાકને વધારે પડતા પીરિયડ આવે તો કેટલાકને ખુબ ઓછી માત્રામાં પીરિયડ આવતા હોય છે. કેટલીક મહિલાઓને પીરિયડ દરમિયાન ખુબ દુખાવો પણ થાય છે.પીરિયડને નિયમત કરવા માટે કેટલાક ઉપાયો છે. જો પીરિયડમાં સતત અનિયમિતતા રહે તો એક ગાયનેકોલેજિસ્ટ અથવા હોર્મોન નિષ્ણાતનો સંપર્ક કરવો ખુબ જરુરી છે.

તમારી લાઈફ સ્ટાઈલમાં સુધારો લાવો. તેમજ તમે પૌષ્ટિક આહારમાં ફળ, લીલા શાકભાજી, પ્રોટીન અને ડાયફ્રુટસનું સેવન કરો. દરરોજ નિયમિત કસરત ,યોગ તેમજ સારી ઊંઘ પણ હોર્મોનલ સંતુલન કરવામાં મદદ કરી શકે છે.

તણાવ ઓછો કરવા માટે, ધ્યાનની મદદ લઈ શકાય છે. હોર્મોનલ અસંતુલનનું મુખ્ય કારણ તણાવ હોઈ શકે છે.કેટલીક સ્ત્રીઓને હર્બલ ચા (જેમ કે આદુ અથવા તુલસી ચા) થી રાહત મળે છે, પરંતુ કોઈપણ કુદરતી ઉપાય અજમાવતા પહેલા ડૉક્ટરની સલાહ જરુર લો.

આ માહિતી સામાન્ય માર્ગદર્શિકા તરીકે આપવામાં આવી છે. જો તમને તમારા પીરિયડમાં સતત અસામાન્ય ફેરફારો દેખાય અથવા તમને અન્ય ગંભીર લક્ષણોનો અનુભવ થાય, તો તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. યોગ્ય નિદાન અને સારવાર માટે વ્યક્તિગત તબીબી સલાહ ખૂબ જ જરૂરી છે. (all photo : canva)
ગુજરાતીમાં પણ કહેવાય છે કે નારી તું નારાયણી. ભારત દેશમાં નારીઓને શક્તિ સ્વરુપ માનવામાં આવે છે. વૈદિક કાળથી મહિલાઓ આ પુણ્ય ભૂમિ પર દેવી રુપે પૂજાય છે. મહિલાને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
