ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ ST નિગમ સજ્જ, 250 જેટલી ટ્રીપ ચલાવવાનો કરાયો નિર્ણય, જુઓ Video
ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેના કારણે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી પરીક્ષા આપી શકે તે માટે એસ ટી વિભાગ દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.

બોર્ડની પરીક્ષા માટે વધારાની બસ મુકવાનું ST નિગમે આયોજન કર્યું છે. વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનો નિર્ણય કરાયો છે. એકસ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદ કરાઈ છે. એસ.ટી. નિગમના દરેક વિભાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાશે. તેમજ વિદ્યાર્થીઓને પુરતી સુવિધા મળી રહે તેવી માટે પણ કાળજી રાખવામાં આવશે.
પરીક્ષાનું કરાશે ઓનલાઈન વેબ કાસ્ટીંગ
બીજી તરફ મહેસાણા જિલ્લામાં ધોરણ 10 – 12 ની પરીક્ષાનું વેબ કાસ્ટીંગ કરાશે . જિલ્લામાં સૌ પ્રથમવાર 20 થી 25 શાળાઓમાંથી વેબ કાસ્ટીંગ કરી મોનીટરીંગ કરવામાં આવશે.વેબ કાસ્ટીંગથી ઓનલાઇન મોનીટરીંગ થકી પરીક્ષામાં ધ્યાન રાખવામાં આવશે. આ વેબ કાસ્ટીંગ ગાંધીનગર પરીક્ષા બોર્ડના અધ્યક્ષ અને જિલ્લા શિક્ષણાધિકારી મોબાઈલ એપથી જોઈ શકશે.