આજનું હવામાન : ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં પડશે માવઠું, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આકરી ગરમીનો અહેસાસ થશે. રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી કરી કરવામાં આવી છે. 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આકરી ગરમીનો અહેસાસ થશે. રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી કરી કરવામાં આવી છે. 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. 25 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આકરી ગરમીનો અનુભવાશે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના બીજા સપ્તાહમાં માવઠાની આગાહી કરી છે. બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતા રહેશે. તેમજ 24થી 28 ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારોમાં પણ માવઠું થવાની શક્યતા છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરુઆતમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. 7 થી 10 માર્ચ દરમિયાન ફરીવાર કમોસમી વરસાદ પડી શકે છે. માર્ચના ત્રીજા અઠવાડિયાથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધે તેવી આગાહી છે.