Phone Tips: વોટ્સએપ Open હોવા છતા કોઈ નહીં વાંચી શકે તમારા મેસેજ ! બસ કરી લો આ સેટિંગ
અમે એક સરળ ટ્રિક લઈને આવ્યા છે. આમાં તમારા મેસેજને તમારા સિવાય કોઈ પણ વ્યક્તિ જોઈ નહીં શકે અને તમારા મેસેજ પણ સેફ રહેશે . આ ખુબ જ મહત્વપૂર્ણ અને સુરક્ષિત ફીચર છે. તેને ઓન કરવા તમારે આ સ્ટેપ ફોલો કરવા પડશે

વિશ્વભરમાં લાખો લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. આ એક ખૂબ જ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. જો કે, કેટલીકવાર લોકોને આ અંગે કેટલીક Privacyની ચિંતા હોય છે. તેમાં પણ ઘણી વખત આપડો ફોન આપડા મિત્રો કે પરિવારના કોઈ વ્યક્તિ પાસે હોય તો કોઈ ખાસનો મેસેજ આવશે તો શું થશેની ચિંતા હોય છે

ત્યારે તમારી આ જ ચિંતાને અમે દૂર કરવા એક સરળ ટ્રિક લઈને આવ્યા છે. આમાં તમારા મેસેજને તમારા સિવાય કોઈ પણ વ્યક્તિ જોઈ નહીં શકે અને તમારા મેસેજ પણ સેફ રહેશે . આ ખુબ જ મહત્વપૂર્ણ અને સુરક્ષિત ફીચર છે. તેને ઓન કરવા તમારે આ સ્ટેપ ફોલો કરવા પડશે

સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર WhatsApp ઓપન કરો. હવે તમે જે ચેટ છુપાવવા માંગો છો તેને પસંદ કરો.

તમારી સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે આવેલા ત્રણ બિંદુઓ આયકનને ટેપ કરો.

અહીં તમને "Lock Chat" નો વિકલ્પ મળશે. તેના પર ટેપ કરો. તમારી સ્ક્રીન પર એક પોપ અપ “Keep this chat locked and hidden” દેખાશે.

પસંદ કરેલી ચેટને લોક કરવા માટે "Continue" પર ટૅપ કરો.

આ રીતે તમે તે વોટ્સએપ ચેટ્સને લોક કરી શકો છો. જે તમારા ફોનના બાયોમેટ્રિક્સ-ફેસ અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા જ ખોલી શકાય છે. એક વાત ધ્યાનમાં રાખો કે જ્યારે ચેટ્સ લૉક થાય છે, ત્યારે સૂચના સામગ્રી અને સંપર્કો છુપાઈ જાય છે. વોટ્સએપઃ નોટિફિકેશનમાં લોક ચેટ સંબંધિત 1 નવો મેસેજ દેખાશે.

ચેટ અનલૉક કરવા માટે: જો તમે આ ચેટ્સને અનલૉક કરવા માંગતા હોવ તો તમે તે વ્યક્તિની ચેટમાં જાવ અને ત્યાંથી પ્રોફાઈમાં જાવ અહીં તમને નીચે લોક ચેટને અનલોક કરવાનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો



























































