Champions Trophy 2025 Points Table: ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી, પાકિસ્તાનની હાલત પણ જુઓ
ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવી ચેમ્પિયન ટ્રોફીના પોઈન્ટ ટેબલમાં લાંબી છલાંગ લગાવી છે. ટીમને 2 પોઈન્ટ મળ્યા છે. આ સાથે તેનો રન રેટ પણ સારો જોવા મળી રહ્યો છે. તો પાકિસ્તાન દુર દુર સુધી દેખાતું નથી.

પાકિસ્તાનને હરાવી ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફીના પોઈન્ટ ટેબલમાં લાંબી છલાંગ લગાવી છે. ભારતે સતત 2 મેચ જીતી છે. આ સાથે ટીમ ઈન્ડિયા હવે ગ્રુપ એમાં પહેલા નંબર પર છે. તો ન્યુઝીલેન્ડની ટીમ નીચે આવી ગઈ છે. ભારતની આ મોટી જીત છે એટલે તેનો રન રેટ પણ સારો છે.

હવે ન્યુઝીલેન્ડની પાસે ટોપ પર પહોંચવાની તક છે. ભારતના ગ્રુપમાં પહેલા નંબર પણ કોણ હશે. તેનો નિર્ણય ભારત અને ન્યુઝીલેન્ડની મેચમાંથી ખબર પડશે. આ મેચ 2 માર્ચના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે.

ચેમ્પિયન ટ્રોફીના પોઈન્ટ ટેબલની જો આપણે વાત કરીએ તો આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા બીજા નંબર પર હતી. ન્યુઝીલેન્ડની ટીમ પહેલા નંબર પર હતી પરંતુ ભારતનો રન રેટ સારો રહ્યો છે. ભારતીય ટીમે 2 મેચ જીતી છે એટલે તેના 4 પોઈન્ટ થયા છે.

બાંગ્લાદેશની ટીમ લગભગ બહાર થઈ ચૂકી છે. તો પાકિસ્તાનની હાલત પણ ગ્રુપ એમાં ખરાબ જોવા મળી રહી છે. હવે જો પાકિસ્તાનની ટીમ પોતાની છેલ્લી મેચ જીતી જશે. તો ત્રીજા નંબર પર રહેશે.

આપણે ગ્રુપ બીની વાત કરીએ તો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં 8 ટીમને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. બંન્ને ગ્રુપની ટોપની 2 ટીમ સેમિફાઈનલમાં જશે. ગ્રુપ બીમાં સાઉથ આફ્રિકાની ટીમ એક મેચ રમી જીત મેળવી છે. તો ઓસ્ટ્રેલિયાની ટીમ પણ એક મેચ જીતી ચૂકી છે.

સારા રનરેટના કારણે સાઉથ આફ્રિકાની ટીમ પહેલા નબંર પર અને ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા નંબર પર છે. ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાને હજુ પણ જીત મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.
ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. ભારતીય ક્રિકેટ ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
