Mehsana : સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતરની 100 બેગ ઝડપાઈ, 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 લોકો સામે કરી કાર્યવાહી, જુઓ Video
ગુજરાતમાં ફરી એક વાર સબસિ઼ડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપાયું હોવાનું સામે આવી રહ્યું છે. સબસિ઼ડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી થતી હોય છે. ત્યારે મહેસાણામાં સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપાયું છે.
ગુજરાતમાં ફરી એક વાર સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપાયું હોવાનું સામે આવી રહ્યું છે. સબસિ઼ડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી થતી હોય છે. ત્યારે મહેસાણામાં સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપાયું છે.
નંદાસણના લક્ષ્મીપુરાની સીમમાંથી ખાતરની 100 બેગ ઝડપાઈ છે. યુરિયા ખાતર સહિત 7.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ઓમ શોપ નામની ફેકટરીમાં રેઝિન બનાવવા ઉપયોગ કરાતો હતો. ગત 9 જાન્યુઆરી 2025ના રોજ પોલીસે કાર્યવાહી કરી હતી. તપાસના રિપોર્ટ બાદ ફેકટરી સંચાલક સહિત 2 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પાટણમાંથી ઝડપાઈ હતી સરકારી અનાજની કાળી બજારી !
બીજી તરફ આ અગાઉ પાટણમાં સરકારી અનાજના જથ્થાના કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો. 36 હજાર કિલો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો. સમીના વરાણા નજીકથી ઝડપાયો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો. SOG અને મામલતદારની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 11 લાખની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા સરકારી અનાજના જથ્થાના બીલ પણ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતુ.
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
