8 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં એન્ટ્રી કરનાર કરુણ નાયરની પત્ની છે સુંદર, જુઓ ફોટો
વિસ્ફોટક બેટ્સમેન કરુણ નાયરની લવસ્ટોરી ખુબ રસપ્રદ છે, કરુણ નાયરે પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સનાયાને રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કર્યું હતુ. તો ચાલો આજે આપણે કરુણ નાયરની પત્નીના સુંદર ફોટો જોઈએ.

ભારતીય બેટ્સમેન કરુણ નાયરની 8 વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. કરુણ નાયર 20 જૂનથી ઈંગ્લેન્ડના પ્રવાસે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ છે. કરુણ નાયરે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ધર્મશાળામાં માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી. નાયરની પર્સનલ લાઈફ પણ ખુબ રસપ્રદ છે.

ટેસ્ટ ટીમમાં પસંદગી થયા બાદ કરુણ નાયર ચર્ચામાં છે.હવે લોકો તેની પર્સનલ લાઈફ વિશે પણ જાણવા માંગે છે. તો તમને કરુણ નાયરની પત્ની વિશે જણાવીએ. આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ માટે શાનદારબેટિંગ કરનાર કરુણ નાયરની પત્નીનું નામ સનાયા ટંકારીવાલા છે.

કરુણ નાયરની પત્નીનું નામ સનાયા ટંકારીવાલા છે. તે એક મીડિયા પ્રોફેશનલ છે. સનાયા ટંકારીવાલા નાયર મીડિયા ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે.

હિન્દુ ધર્મને માનનાર કરુણ નાયરે બીજા ધર્મની છોકરી સાથે લગ્ન કર્યા હતા. પહેલા બંન્ને વચ્ચે પ્રેમ થયો ત્યારબાદ ડેટ કરવાનું શરુ કર્યું પરંતુ બંન્નેનો ધર્મ એક ન હતો. કરુણ નાયર હિન્દુ ધર્મ માનનાર હતો. તો તેની પત્ની સનાયા પારસી હતી.

કરુણ નાયર અને સનાયા ટંકારીવાલાના લગ્ન 2020માં ઉદયપુરમાં મલયાલી અને પારસી રીતરિવાજ સાથે થયા હતા. આ દંપતિને બે બાળકો છે કાયન નામનો દીકરો અને સમારા નામની દીકરી.

આઈપીએલ 2025માં શાનદાર પ્રદર્શન કરનાર વરુણ નાયર ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યો છે. તેમણે ભારતીય ટીમ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી છે. તે વીરેન્દ્ર સહેવાગ બાદ ભારતનો માત્ર બીજો બેટસમેન છે. જેના નામે ટેસ્ટ ક્રિકેટમાં 3 સદી છે. કરુણ નાયર ગત્ત ઘરેલું સીરિઝમાં સદી ફટકારી ચર્ચામાં રહ્યો હતો.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
