એજબેસ્ટન ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને નવો ટેસ્ટ કેપ્ટન મળ્યો છે. રોહિત શર્મા કોવિડ પોઝિટિવ હોવાના કારણે જસપ્રીત બુમરાહને કમાન સોંપવામાં આવી છે. જસપ્રીત બુમરાહના કેપ્ટન બનતાની સાથે જ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં એક એવો રેકોર્ડ તૂટી ગયો છે જેની ભાગ્યે જ ચાહકોએ અપેક્ષા રાખી હશે. (PC-Jasprit Bumrah Instagram)
1 / 5
જસપ્રીત બુમરાહ છેલ્લા 8 મહિનામાં ભારતનો છઠ્ઠો કેપ્ટન છે. આ પહેલીવાર છે જ્યારે એક કેલેન્ડર વર્ષમાં 6 ખેલાડીઓ ભારતના કેપ્ટન બન્યા છે. આ પહેલા વર્ષ 1959માં આ ઘટના બની હતી. તે દરમિયાન એક કેલેન્ડર વર્ષમાં ભારતના પાંચ ખેલાડીઓ કેપ્ટન બન્યા હતા. (PC-Jasprit Bumrah Instagram)
2 / 5
વર્ષ 2022માં 6 ખેલાડીઓએ ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા ઉપરાંત કેએલ રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે. હવે જસપ્રિત બુમરાહને પણ કેપ્ટનશીપ મળી ગઈ છે. (PC-Jasprit Bumrah Instagram)
3 / 5
જસપ્રીત બુમરાહે 2018માં જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને માત્ર 4 વર્ષમાં તે ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન પણ બની ગયો હતો. જસપ્રીત બુમરાહે અત્યાર સુધી 29 ટેસ્ટમાં 123 વિકેટ ઝડપી છે. આ ખેલાડીએ 8 વખત ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી છે. (PC-Jasprit Bumrah Instagram)
4 / 5
તમને જણાવી દઈએ કે, 35 વર્ષ બાદ કોઈ ફાસ્ટ બોલર ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો છે. આ પહેલા કપિલ દેવે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે કપિલ દેવે એજબેસ્ટન ખાતે પ્રથમ વખત વિદેશી ધરતી પર ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી હતી. બુમરાહની સફર પણ આ મેદાનથી શરૂ થઈ રહી છે. (PC-Jasprit Bumrah Instagram)