Lokshabha Elections 2024 પહેલા PM નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે રાજકીય અગ્રણીઓ સાથે કરી બેઠક, જુઓ તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમ્યાન પ્રદેશ કાર્યાલય કમલમની આજે મુલાકાત લીધી તે સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખાસ હાજર રહ્યા હતા. ચૂંટણીની તૈયારી અંગે ખાસ વાતચીત કરવાંઆ આવી હતી. જેમાં કમલમ કાર્યાલયની વ્યવસ્થાની તમામ ટીમ સાથે રૂબરૂ મુલાકાત PM એ કરી માર્ગદર્શન આપ્યું હતું.

PM મોદી આજે લોકસભા ચૂંટણી પહેલા ગજરાત પહોંચ્યા હતા. ગુજરાતના નેતાઓ સાથે મહત્વની બેઠક યોજી હતી.

કમલમમાં નેતાઓ સાથે બેઠક પૂર્ણ કરી PM મોદી રવાના થયા હતા. મહત્વનું છે કે PM નરેન્દ્ર મોદીની કમલમમાં બેઠક બાદ પ્રદેશ નેતૃત્વ વચ્ચે બેઠક યોજાઇ હતી.

CM ભૂપેન્દ્ર પટેલ, પાટીલ અને હર્ષ સંઘવી વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા આ મહત્વની બેઠક કહી શકાય.

કમલમ ખાતે લોકસભા ચૂંટણી 2024ને લઈ આગામી રણનીતિ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.આઈ.કે.જાડેજા, સંગઠન મહામંત્રી રત્નાકરજીની બેઠકમાં સૂચક હાજર રહ્યા હતા. PM મોદીની મુલાકાત અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આપી માહિતી

તેમણે જણાવ્યું કે, PM મોદીના આવવાથી કાર્યકરોનો જુસ્સો વધ્યો હતો. 25 કમિટીઓનાં 195 સભ્યો સાથે PM મોદીએ ચર્ચા કરી હોવાનું પાટીલે જણાવ્યું. ખાસ કરીને પ્રચારની કામગીરી અંગે PM મોદીએ પોતાના સમયના અનુભવ અંગે ચર્ચા કરી હોવાનું સમે આવ્યું હતું.