ટાટા ગ્રુપના એક શેરે એપ્રિલ મહિનામાં જ ઉત્તમ વળતર આપ્યું છે. આજે તેના શેર ઓલ ટાઈમ હાઈ લેવલે પહોંચી ગયા છે.
મંગળવારે, ટાટા ગ્રૂપનો આ શેર 6 ટકા વધીને ₹1,183.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જોકે બજાર બંધ થતાં સુધીમાં તે ઘટીને ₹1,144.95 પર આવી ગયો હતો.
એપ્રિલ મહિના દરમિયાન, આ શેર રૂપિયા 656 થી વધીને રૂપિયા 1,144.95 પ્રતિ શેર થયો છે, જેણે લગભગ 75 ટકા વળતર આપ્યું છે.
જોકે, 6 મહિનામાં આ ટાટા કંપનીના શેરે 35.16% વળતર આપ્યું છે અને YTDમાં 31%નો ઉછાળો આવ્યો છે.
આ ટાટા કંપની તેજસ નેટવર્ક છે, જે ઉચ્ચ પ્રદર્શન વાયર લાઇન અને વાયરલેસ નેટવર્કિંગ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. તે ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઈડર છે.
તેજસ નેટવર્કના ઉત્પાદનો અને સેવાઓ ભારત સહિત 75 દેશોમાં પ્રદાન કરવામાં આવે છે.
કંપનીએ માર્ચ મહિનામાં મિશ્રા સાથે ડીલ કરી હતી. વધુમાં, કંપનીએ ક્વાર્ટર દરમિયાન નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં DWDM અને સ્વિચિંગ અને રૂટીંગ પ્રોડક્ટ્સ માટે બિડ જીતી હતી.
આ કંપનીને BSNLનું 4G અને 5G નેટવર્ક સેટઅપ કરવાની જવાબદારી પણ મળી છે.
તેજસ નેટવર્કના શેરે લગભગ 4 વર્ષમાં 3000% વળતર આપ્યું છે. મતલબ કે જે લોકોએ ચાર વર્ષ પહેલા તેમાં નાણાં રોક્યા હતા તેમને 30 ગણું વળતર મળતું હતું.