કોંગ્રેસના મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે જવાબદાર, સાંભળો PM મોદીનો જવાબ- Video

કોંગ્રેસના અનેક મોટા ગજાના નેતાઓ ચૂંટણી આવતા સુધીમાં કોંગ્રેસને અલવિદા કરી ચુક્યા છે. કોંગ્રેસમાં મોટાપાયે ધોવાણ થયુ છે. ત્યારે મોટા ગજાના અને જુના જોગીઓ જે વર્ષોથી પાર્ટીમાં રહ્યા હોય એવા નેતાઓ પણ આજે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. તેની પાછળ પીએમ મોદીએ ગણાવ્યા આ કારણો.

| Updated on: May 02, 2024 | 11:56 PM

tv9 ગુજરાતીના એડિટર કલ્પક કેકરેએ tv9 ભારત વર્ષના રાઉન્ડ ટેબલ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીને સવાલ કર્યો કે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ પણ આજે કોંગ્રેસને અલવિદા કહી ચુક્યા છે તો તેમના કોંગ્રેસ છોડવા પાછળ એવા તો શું કારણો જવાબદાર હોય છે જે વર્ષોથી સમર્પિત મોટા નેતાઓ પણ પાર્ટી છોડવા તૈયાર થઈ જાય છે.

આ સવાલના જવાબ પર પીએમ મોદીએ જણાવ્યુ કે હું જ્યારે ગુજરાતનો સીએમ હતો એ સમયે હું જોતો હતો કે વિધાનસભા ગૃહમાં વિપક્ષમાં ઘણો જૂથવાદ હતો. દળ ઘણુ નાનું હતુ પરંતુ વિપક્ષ અનેક જૂથોમાં વિભાજીત થયેલો હતો. ક્યારેક મારી તેમની સાથે આ મુદ્દે વાત પણ થતી અને હું કહેતો પણ હતો કે હું ઈચ્છુ કે એક સારા વિપક્ષની ભૂમિકામાં તમે લોકો પર્ફોર્મ કરો.

એ હાઉસમાં જો કોઈ સવાલ પૂછતા હતા તો હું મારી સરકારને પણ કહેતો હતો કે હાઉસમાં જે જવાબ આપવાનો હોય તે તો આડવાત છે. પરંતુ બે મહિનામાં તમારે મને એમના સવાલ પર કામગીરી બતાવવી પડશે. જો કોઈ વિપક્ષી નેતાએ રોડનો સવાલ કર્યો હોય તો મારે ત્યાં રોડ બનેલો જોઈએ, જો તેમણે રસ્તા પરના ખાડાઓની વાત કરી હોય તો ખાડાઓ ભરાઈ જવા જોઈએ. તો સ્થિતિ એવી આવી ગઈ હતી કે વિપક્ષ પાસે કોઈ કામ જ નહોંતુ બચ્યુ.

બીજુ એવુ હતુ કે વિપક્ષના લોકો મોજી થઈ ગયા હતા. દિલ્હીવાળાઓને ખુશ રાખવાની કામગીરીમાં જ લાગેલા રહેતા. દિલ્હીથી તેમને કોઈ સૂચના આવશે તો કામ કરશે એ આદત બની ગઈ હતી.

આ પણ વાંચો: શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ- Video
દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">