અનિલ અંબાણીના હાથમાંથી એક જ ઝાટકે નીકળી જશે આ ત્રણ કંપનીઓ ! જાણો કોણ છે ખરીદનાર

દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની ત્રણ વીમા કંપનીઓ ટૂંક સમયમાં વેચાવા જઈ રહી છે. વીમા નિયમનકાર IRDAI આગામી થોડા દિવસોમાં આને મંજૂરી આપી શકે છે. તેમાં રિલાયન્સ જનરલ, રિલાયન્સ હેલ્થ અને રિલાયન્સ નિપ્પોન લાઈફનો સમાવેશ થાય છે. રિલાયન્સ કેપિટલ પર રૂપિયા 40,000 કરોડથી વધુનું દેવું છે.

| Updated on: May 02, 2024 | 5:47 PM
ઉધોગપતિ અનિલ અંબાણી, જેઓ ખૂબ જ દેવામાં ડૂબી ગયા છે, તેઓ એક સાથે ત્રણ કંપનીઓને ગુમાવી શકે છે. હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL) રિલાયન્સ કેપિટલની ત્રણ વીમા કંપનીઓ ખરીદવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) આગામી થોડા દિવસોમાં તેને લીલી ઝંડી આપી શકે છે. નિયમનકારનું માનવું છે કે રિલાયન્સ કેપિટલ, એક મોટી નોન-બેંકિંગ નાણાકીય કંપની, નાદારીની કાર્યવાહીમાંથી પસાર થઈ રહી છે અને તેને કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં બંધ કરી દેવી જોઈએ.

1 / 5
ગયા અઠવાડિયે, લેણદારોની સમિતિએ IIHLને 27 મેની સમયમર્યાદા સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું હતું. જોકે, કંપનીએ બેંકોને કહ્યું હતું કે તે IRDAIની મંજૂરી વિના ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી શકશે નહીં. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ 27 ફેબ્રુઆરીએ રિલાયન્સ કેપિટલ માટે IIHLના ₹9,650 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. NCLTએ IIHLને 90 દિવસના સમયગાળામાં આ સોદો પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. IRDAIએ માર્ચમાં એડમિનિસ્ટ્રેટરને લખેલા પત્રમાં આ ડીલ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

2 / 5
રેગ્યુલેટરે ખાસ કરીને IIHLના વિવિધ શેરહોલ્ડિંગ માળખા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા જેમાં કોઈ 10 ટકાથી વધુ હિસ્સો ધરાવતું નથી. IRDAI એ IIHL ના શેરધારકો વિશે વિગતવાર માહિતી માંગી હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે IIHL એ IRDAIના તમામ પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે અને એવી અપેક્ષા છે કે નિયમનકાર તેને ટૂંક સમયમાં મંજૂરી આપશે.

3 / 5
ડીલ મુજબ, રિલાયન્સ કેપિટલનો રિલાયન્સ જનરલ અને રિલાયન્સ હેલ્થમાં 100% હિસ્સો અને રિલાયન્સ નિપ્પોન લાઈફમાં 51% હિસ્સો IIHLને વેચવામાં આવશે. IIHLના પ્રવક્તાએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો જ્યારે IRDAI સાથે ટિપ્પણી માટે સંપર્ક કરી શકાયો ન હતો. હિન્દુજા ગ્રૂપ દ્વારા પ્રસ્તાવિત માળખા મુજબ, એક્વિઝિશન કોસ્ટના 30% એશિયા એન્ટરપ્રાઈઝના ઈક્વિટી રોકાણ દ્વારા આવરી લેવામાં આવશે અને બાકીના 70% ડેટ દ્વારા ધિરાણ કરવામાં આવશે. IIHL એ એક ડ્રાફ્ટ સ્ટ્રક્ચર પણ ફાઇલ કર્યું છે જેમાં તે રિલાયન્સ કેપિટલની સંપૂર્ણ ઇક્વિટી ખરીદવાની યોજના ધરાવે છે. આ પછી તેને સંપૂર્ણ માલિકીની પેટાકંપની બનાવવામાં આવશે.

4 / 5
IIHL એ ગયા વર્ષે એપ્રિલમાં યોજાયેલી હરાજીના બીજા રાઉન્ડમાં રિલાયન્સ કેપિટલને ખરીદવા માટે રૂપિયા 9,650 કરોડની સૌથી વધુ બોલી લગાવી હતી. RBIએ 29 નવેમ્બર, 2021ના રોજ રિલાયન્સ કેપિટલના બોર્ડને પેમેન્ટ ડિફોલ્ટ અને ગંભીર ગવર્નન્સ મુદ્દાઓને કારણે વિસર્જન કર્યું હતું. રિલાયન્સ કેપિટલમાં લગભગ 20 નાણાકીય સેવાઓ કંપનીઓ છે. તેમાં સિક્યોરિટીઝ બ્રોકિંગ, વીમો અને એઆરસીનો સમાવેશ થાય છે. પ્રથમ રાઉન્ડમાં ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટે તેના માટે સૌથી વધુ રૂ. 8,640 કરોડની બોલી લગાવી હતી. સપ્ટેમ્બર 2021 માં, રિલાયન્સ કેપિટલે તેના શેરધારકોને કહ્યું હતું કે કંપની પર 40,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. એડમિનિસ્ટ્રેટરે 23,666 કરોડ રૂપિયાના નાણાકીય લેણદારોના દાવાની ચકાસણી કરી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ

g clip-path="url(#clip0_868_265)">