AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ- Video

tv9 ભારત વર્ષના રાઉન્ડ ટેબલ ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક મુદ્દાઓ પર બેબાકીથી વાત કરી. ગુજરાતમાં ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક લગાવશે એ સવાલનો પીએમ મોદીએ આપ્યો આ રસપ્રદ સવાલ

| Updated on: May 02, 2024 | 11:31 PM
Share

tv9 ગુજરાતીના એડિટર કલ્પક કેકરેએ tv9 ભારત વર્ષના રાઉન્ડ ટેબલ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીને સવાલ કર્યો કે શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે અને ગુજરાતમાં ભાજપ કેમ વારંવાર ચૂંટાય છે. આ સવાલના જવાબ પર પીએમ મોદીએ કહ્યુ ભાજપે સંગઠનાત્મક દૃષ્ટિએ, સામાજિક દૃષ્ટિએ અને આર્થિક દૃષ્ટિએ ગુજરાતમાં કામ કર્યુ છે. સમાજના તમામ વર્ગોનુ પ્રાધાન્ય આજે ભાજપના સંગઠનમાં છે. નાનામાં નાની એટલે કે વિચરતી કોમના લોકો પણ ભાજપના સંગઠનમાં આપને જોવા મળશે. ભારતીય જનતા પાર્ટી સર્વસમાવેશક અને સર્વસ્પર્શી સંગઠન છે. રાજ્યમાં સત્તામાં રહેતા તેમણે સંગઠનને ક્યારેય નજરઅંદાજ નથી કર્યુ.

પીએમએ કહ્યુ  બીજુ એ છે કે જ્યારે રાજ્યમાં ભાજપની સરકાર બની તેના પ્રથમ દિવસથી ગરીબોના કલ્યાણ માટે ભાજપ સમર્પિત રહી છે. ત્રીજી બાબત એ છે કે ગુજરાતમાં ભરપૂર તકો છે.

પીએમએ કહ્યુ એક જમાનામાં ગુજરાત પાણીની તંગી સામે જુજતુ હતુ, 10 વર્ષમાં સાત વર્ષ દુષ્કાળ ગુજરાતે જેલ્યો છે. પાણી વિના પડતી મુશ્કેલી જોઈ છે. બહારના લોકોને ખબર નથી કે ગુજરાતમાં પાણીમાં મેક્સિમમ બજેટ જતુ હતુ. અમે પાણી પર એટલી સખત મહેનત કરી કે આજે લોકોને પાણીની તંગી નથી પડતી. પાણીથી જુજતા રાજ્યના લોકોને પાણી મળે તો તેની ખુશી લોકોમાં જોવા મળે છે. બીજુ ગુજરાતમાં નમક સિવાય ગુજરાતની પોતાની કોઈ વસ્તુ હતી. ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી પડી ભાંગી હતી.

પીએમએ કહ્યુ ગુજરાતમાં નમક સિવાય અમારી પાસે કશુ ન હતુ જે અમે દુનિયાને વેચી શકીએ અને નમકમાં પણ અમારે આધારીત રહેવુ પડતુ હતુ. કોઈ ટ્રાન્સપોર્ટેશન મળે તો જ  નમક વેચાતુ હતુ. એગ્રીકલ્ચર સ્ટેટ નહી પરંતુ ટ્રેડર સ્ટેટ બની ગયુ હતુ. ઉદ્યોગો હતા નહીં. કોઈ માઈનિંગ ન હતુ. તેમાથી 10 ટકા ગ્રોથવાળુ એગ્રીકલ્ચર સ્ટેટ બન્યુ. તેમાથી મેન્યુફેક્ચરીંગ હબ બન્યુ. આજે ગુજરાતમાં હવાઈજહાજના પાર્ટસ બની રહ્યા છે. સેમિકન્ડક્ટરનું બનવા જઈ રહ્યા છે.

આજે ગુજરાત  ડાયમંડનું હબ બન્યુ છે. દુનિયાના કોઈપણ ડાયમંડ લઈલો, 10માંથી 8 ડાયમંડ જેના પર કોઈને કોઈ ગુજરાતીનો હાથ અડેલો છે. અથવા તો ગુજરાતમાંથી બનીને આવ્યો હોય. આ કારણોથી ગુજરાતમાં સમૃદ્ધિ આવી છે. પાણીની તંગીમાંથી આજે પુરતા પાણીવાળુ રાજ્ય બન્યુ છે. આ બધુ લોકોની મહેનતથી થયુ છે. આ નિરંતર કામગીરી લોકો જુએ છે. બીજુ ગુજરાતમાં 1970થી જુઓ તો 10 વર્ષમાં 7 વર્ષ કોમી રમખાણો થતા હતા.

આ બધુ રેકોર્ડ પર છે. આ પહેલો 25 વર્ષનો કાલખંડ છે જેમા એકપણ કોમી રમખાણ નથી થયુ. છેલ્લા રમખાણો 2002માં થયા.  આ બાદ પછી ક્યારેય રમખાણો નથી થયા. ગુજરાતમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ બન્યુ છે. તેના કારણે દરેક વ્યક્તિને લાગે છે કે ગુજરાત સારી રીતે વિકસીત થવાનુ છે. જ્યારે તમે કામ કરો છો તો લોકો આશિર્વાદ પણ આપે છે. આટલા લાંબા કાર્યકાળ બાદ પણ કોઈ કૌભાંડ નથી, કોઈ આરોપો નથી, આ તમામ કારણો છે, જેમા ભાજપે ગુજરાતની ચૂંટણીઓ નહીં ગુજરાતનું દિલ જીત્યુ છે. તેનાથી બહુ મોટી તાકાત મળી છે.

આ પણ વાંચો: ‘જે હું ન કરી શકયો તે CM ભૂપેન્દ્ર પટેલે કરી બતાવ્યું’, ગુજરાતની રાજનીતિ પર બોલ્યા PM મોદી, જુઓ video

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">