IPL 2024: મેચની અંતિમ બોલ પર ભુવનેશ્વર કુમારે ફેંક્યો મેજિકલ બોલ, રાજસ્થાન એક રને હાર્યું મેચ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે રમાયેલ ભારે રોમાંચક મુકાબલામાં SRH એ RRને માત્ર 1 રને હરાવી યાદગાર જીત મેળવી હતી. મેચના અંતિમ બોલ પર રાજસ્થાનને જીતવા એક બોલમાં 2 રનની જરૂર હતી અને ભુવનેશ્વર કુમારે કમાલ બોલિંગ કરી હૈદરબાદને જીત અપાવી હતી.

IPL 2024: મેચની અંતિમ બોલ પર ભુવનેશ્વર કુમારે ફેંક્યો મેજિકલ બોલ, રાજસ્થાન એક રને હાર્યું મેચ
Sunrisers Hyderabad
Follow Us:
| Updated on: May 02, 2024 | 11:56 PM

IPL 2024ની 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમ જીતેલી મેચ હારી ગઈ હતી. હૈદરાબાદે રાજસ્થાનને માત્ર 1 રનથી હરાવ્યું. મેચના છેલ્લા બોલ પર રાજસ્થાનને 2 રનની જરૂર હતી અને રોવમેન પોવેલ સ્ટ્રાઈક પર હતો. પરંતુ ભુવનેશ્વર કુમારે આ ખેલાડીને છેલ્લા બોલ પર આઉટ કર્યો અને હૈદરાબાદે મેચ એક રનથી જીતી લીધી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 201 રન બનાવ્યા અને જવાબમાં રાજસ્થાને 200 રન બનાવ્યા.

ટોપ 4માં હૈદરાબાદ

હૈદરાબાદે આ સિઝનમાં 10 મેચમાં છઠ્ઠી જીત નોંધાવી છે. આ જીત સાથે પેટ કમિન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ, રાજસ્થાનની ટીમને આ સિઝનમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે અને તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

ભુવનેશ્વરે હૈદરાબાદણે અપાવી જીતી

હૈદરાબાદની જીતની સ્ક્રિપ્ટ ભુવનેશ્વર કુમારે લખી હતી, જેણે મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વરે તેની પહેલી જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તેણે જોસ બટલર અને સંજુ સેમસનને 0 રને આઉટ કર્યા હતા. આ પછી ભુવીએ છેલ્લી ઓવરમાં કમાલ કરી બતાવી. રાજસ્થાનને 6 બોલમાં 13 રનની જરૂર હતી અને રોવમેન પોવેલ ક્રીઝ પર હતો, જે તેની તોફાની હિટિંગ માટે જાણીતો છે. પરંતુ ભુવીએ આ ખેલાડીને પણ રોક્યો હતો. તેણે છેલ્લા બોલ પર પોવેલને આઉટ કરીને હૈદરાબાદની જીત પર મહોર મારી હતી.

યશસ્વી-રિયાનની ઈનિંગ નિરર્થક ગઈ

રાજસ્થાન રોયલ્સ તરફથી યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગે શાનદાર ઈનિંગ રમી હતી. જયસ્વાલે 67 રન અને પરાગે 77 રન બનાવ્યા હતા પરંતુ આ બંને નિર્ણાયક ક્ષણોમાં આઉટ થઈ ગયા હતા, ત્યારબાદ હૈદરાબાદે મેચમાં શાનદાર વાપસી કરી હતી. જો કે આ મેચમાં અન્ય એક યુવા ખેલાડીએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. હૈદરાબાદના નીતિશ રેડ્ડીએ શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. નીતિશ રેડ્ડીએ 42 બોલમાં અણનમ 76 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 8 છગ્ગા આવ્યા હતા.

આ પણ વાંચો : IPL 2024: 8 છગ્ગા, 3 ચોગ્ગા…20 વર્ષીય નીતિશ રેડ્ડીએ રાજસ્થાન રોયલ્સ સામે મચાવી હતી, બનાવ્યો આ રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
g clip-path="url(#clip0_868_265)">