Vaibhav Suryavanshi Net worth : 14 વર્ષની ઉંમરે કરોડપતિ બની IPLમાં ધૂમ મચાવનાર વૈભવ સૂર્યવંશીની કુલ સંપત્તિ કેટલી છે?
વૈભવ સૂર્યવંશી આઈપીએલ 2025માં ધમાલ માચવી રહ્યો છે. આ ખેલાડીએ આઈપીએલના ઈતિહાસમાં બીજી સૌથી ફાસ્ટ સદી ફટકારી છે. માત્ર 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી કરોડપતિ બની ગયો છે. તો ચાલો જાણીએ તેની નેટવર્થ કેટલી છે.

બિહારના એક નાનકડાં ગામ તાજપુરમાંથી આવેલો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશીએ ક્રિકેટની દુનિયામાં ધમાલ મચાવી છે. તેમણે નાની ઉંમરે અનેક રેકોર્ડ તોડી પોતાના નામે નવા રેકોર્ડ બનાવ્યા છે.વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રોયલ્સ સામે રમતા માત્ર 38 બોલમાં 101 રન બનાવી ટી20 ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે સદી ફટકાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.

આઈપીએલ 2025ના ઓક્શનમાં 14 વર્ષના છોકરાએ તમામ લોકોને ચોંકાવી દીધા છે. રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે તેને મેગા ઓક્શનમાં ખરીદવા રેસ લાગી હતી. અંતે રાજસ્થાન રોયલ્સે 1.1 કરોડ રુપિયામાં વૈભવ સૂર્યવંશીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

વૈભવ સૂર્યવંશી આઈપીએલની ઈતિહાસમાં રમનારો સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. તેમણે લખનૌ સુપર જાયનટ્સ સામે તેની પહેલી મેચ રમી હતી. પહેલી મેચમાં પહેલા બોલ પર સિક્સ ફટકારી હતી.ગુજરાત સામે મેચ તેમની યાદગાર મેચ રહેશે.

વૈભવે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 38 બોલમાં 101 રન બનાવ્યા હતા.આ આઈપીએલના ઈતિહાસની સૌથી ફાસ્ટ સદી છે.વૈભવ સૂર્યવંશીને આઈપીએલમાંથી 1.1 કરોડ રુપિયા મળે છે. આ નાનકડા છોકરા માટે આ રકમ ખુબ મોટી છે. તેમજ મેચ ફી , જાહેરાતના પણ પૈસા મળે છે.

મીડિયા રિપોર્ટ મુજબ વૈભવની કુલ નેટવર્થ અંદાજે 2 કરોડ રુપિયા છે. આઈપીએલ, ઘરેલું મેચ અને જાહેરાત તેની આવકનો મુખ્ય સ્ત્રોત છે.વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ બિહારના તાજપુર ગામમાં થયો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ વૈભવની કુલ નેટવર્થ અંદાજે 2 કરોડ રુપિયા છે. આઈપીએલ, ઘરેલું મેચ અને જાહેરાત તેની આવકનો મુખ્ય સ્ત્રોત છે.વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ બિહારના તાજપુર ગામમાં થયો હતો.
નાની ઉંમરમાં ઉંચી ઉડાન , IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો,વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો
