IPL 2025 : પ્રીતિ ઝિન્ટાએ 2 વર્ષ પહેલા કરેલી ભૂલ પંજાબ કિંગ્સ માટે વરદાન સાબિત થઈ
લોકો ભૂલો કરીને ફસાઈ જાય છે. પણ પ્રીતિ ઝિન્ટાની કહાની થોડી અલગ છે. તેણે ભૂલ કરી હતી, પણ તેનાથી તેને કોઈ નુકસાન થયું ન હતું, ઊલટું તેનાથી તેને ઘણો ફાયદો થયો. તે ભૂલ શું છે, જાણો જાણીએ આ આર્ટિકલમાં.

ભૂલો કરવી એ સારી આદત નથી. પણ જ્યારે ભૂલથી કંઈક સારું થઈ જાય છે, ત્યારે આ આદત ક્યારેક સારી સાબિત થઈ જાય છે. જેમ પ્રીતિ ઝિન્ટાની એક ભૂલ તેની IPL ટીમ પંજાબ કિંગ્સ માટે વરદાન બની ગઈ છે. હવે તમે વિચારતા હશો કે પ્રીતિ ઝિન્ટાએ કઈ ભૂલ કરી હશે?

તેણે આ ભૂલ 2 વર્ષ પહેલા કરી હતી, જેનો ફાયદો ટીમને હવે મળી રહ્યો હોય તેવું લાગે છે. અને પ્રીતિ ઝિન્ટા, જેને તે સમયે પોતાની ભૂલનો પસ્તાવો હતો, તે હવે તેના માટે ખૂબ જ ખુશ છે.

IPL 2024 માટે ખેલાડીઓનું ઓક્શન 19 ડિસેમ્બર 2023ના થયું હતું. તે ઓક્શનમાં એવું બન્યું કે 19 વર્ષના બેટ્સમેનને બદલે પંજાબ કિંગ્સે ભૂલથી છત્તીસગઢના 32 વર્ષના ખેલાડી શશાંક સિંહને ખરીદી લીધો.

શશાંકને ખરીદ્યા પછી પ્રીતિ ઝિન્ટાની પંજાબ કિંગ્સે પોતે આ વાત સ્વીકારી હતી. અત્યાર સુધી જે સૌથી મોટી ભૂલ લાગતી હતી, તે જ શશાંક સિંહ પંજાબ કિંગ્સની સૌથી મોટી તાકાત બની ગયો.

શશાંક સિંહે IPL 2024માં પ્રીતિ ઝિન્ટા અને પંજાબ ફ્રેન્ચાઈઝીને ખાતરી આપી કે તેને ખરીદવાનો નિર્ણય તેમની ભૂલ નહોતી. IPL 2024માં, શશાંક સિંહ પંજાબ કિંગ્સના ફિનિશર તરીકે ઉભરી આવ્યો હતો.

IPL 2024માં, શશાંક સિંહે 44.25ની સરેરાશ અને 164.65ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. આ પ્રદર્શનનું પરિણામ એ આવ્યું કે પંજાબ કિંગ્સે તેને 31 સપ્ટેમ્બર 2024ના રોજ IPL 2025 માટે રિટેન કર્યો હતો.

શશાંક સિંહે IPL 2025માં પણ પંજાબ માટે મેચ ફિનિશરનું કામ કર્યું હતું. IPL 2025માં અત્યાર સુધી રમાયેલી 12 મેચમાં, તેણે 68.25ની સરેરાશ અને 151.66ના સ્ટ્રાઈક રેટથી 273 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદીનો સમાવેશ થાય છે.

એટલું જ નહીં, IPL 2025માં, તેણે 18 મેના રોજ રાજસ્થાન સામે રમાયેલી મેચમાં જ્યારે શ્રેયસ અય્યર રાજસ્થાન સામે બીજા હાફમાં આંગળીની ઈજાને કારણે ફિલ્ડિંગમાં ન આવ્યો ત્યારે શશાંક સિંહે પંજાબ કિંગ્સની કપ્તાની પણ કરી અને ટીમને જીત અપાવી મેનેજમેન્ટના વિશ્વાસ પર પણ ખરો ઉતર્યો.

શશાંક સિંહના પ્રદર્શન પરથી સ્પષ્ટ થાય છે કે 19 ડિસેમ્બર 2023ના રોજ ઓક્શન ટેબલ પર પ્રીતિ ઝિન્ટા સાથે જે કંઈ થયું તે ભૂલ ન હતી. તેના બદલે તે ખૂબ જ મોટો નિર્ણય હતો, જે હવે ટીમ માટે વરદાન બની ગયો છે. (All Photo Credit : PTI / X / INSTAGRAM)
IPL 2025માં શ્રેયસ અય્યરની કપ્તાનીમાં પંજાબ કિંગ્સે જોરદાર પ્રદર્શન કર્યું છે અને હવે PBKS પ્લેઓફમાં પણ પહોંચી ગઈ છે. પંજાબ કિંગ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
