IPL 2025 : GTના ચાહકો માટે ગુડન્યુઝ, Gujarat Titans vs Mumbai Indians મેચની ટિકિટ આજે ઓનલાઈન બુક કરી શકશો
IPL 2025 શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, 29 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મુંબઈ અને ગુજરાતની મેચ માટેની ટિકિટ આજે બપોરના 2 કલાકથી ઓનલાઈન બુક કરી શકશો.

ગુજરાત ટાઇટન્સ 29 માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાનારી મેચમાં રમવા માટે તૈયાર છે. શુભમન ગિલ અને જોસ બટલરની વિસ્ફોટક જોડીની આગેવાની હેઠળ, GTનો ટોપ ઓર્ડર પ્રભુત્વ મેળવવા માટે તૈયાર છે.

આટલું જ નહીં, બોલિગમાં રાશિદ ખાન, MIને હરાવવા માટે તૈયાર છે. હવે ગુજરાત ટાઈટન્સની સાથે તેના ચાહકો પણ મેચ જોવા માટે તૈયાર છે.ગુજરાત અને મુંબઈની મેચ માટે ઓનલાઈન બુકિંગ આજે બપોરના 2 કલાકે શરુ થશે.

TATA IPL 2025માં ગુજરાતની બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 29 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેના માટે ટિકિટનું ઓનલાઈન બુકિંગ આજથી શરુ થશે. તમે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ટિકિટ બુક કરી શકો છો. I

2 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ટિકિટની જરૂર રહેશે. 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ટિકિટની જરૂર નથી પરંતુ તેમને અલગ સીટ ફાળવવામાં આવશે નહીં.

તો ચાલો જાણીએ કે આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું સંપૂર્ણ શેડ્યૂલ શું હશે. ગુજરાતની ટીમ પંજાબ સામે પોતાની પ્રથમ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. તેમજ ટીમ છેલ્લી લીગ મેચ ચેન્નાઈ સુપર કિંગર્સ વિરુદ્ધ 18 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે.

ગુજરાત ટાઈટન્સની વાત કરીએ તો 25 માર્ચના રોજ પ્રથમ મેચ, ત્યારબાદ ક્રમશ મુંબઈ ઈન્ડિયન્સ સામે 29 માર્ચ, 2 અપ્રિલ,6 એપ્રિલ, 9 એપ્રિલ, 12 એપ્રિલ, 19 એપ્રિલ, 21 એપ્રિલ , 28 એપ્રિલ, 2 મે, 6 મે , 11 મે, 14 મે,18 મે રમાશે. IPL 2025ની ટિકિટ BookMyShow, Paytm Insider અને IPLની સત્તાવાર વેબસાઈટ પરથી બુક કરી શકો છો.
ગુજરાત ટાઇટન્સએ એક વ્યવસાયિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમ છે. ટાઇટન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લે છે. ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. ગુજરાત ટાઇટન્સના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
