IPL 2024: ચાલુ મેચમાં થઈ જોવા જેવી, RR vs LSG વચ્ચેની મેચ એકા એક રોકવી પડી, આ હતું કારણ
સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર ખાતે RR vs LSG IPL 2024 મેચ ચાલી રહી છે જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બેટિંગ લીધી હતી. જોકે મેચ ચાલુ થઈ અને 2 બોલ બાદ તરત જ મેચ રોકાઈ ગઈ હતી. જોકે સ્ટેડિયમમાં દર્શકો પણ મૂંઝવણમાં મુમકાય હતા કે આખરે થયું શું?

રાજસ્થાન વિ લખનૌ મેચ શરૂ થતાની સાથે જ તેને લગભગ સાત મિનિટ સુધી રોકવી પડી હતી. લખનૌનો ફાસ્ટ બોલર મોહસીન ખાન પહેલી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો.

બે બોલ ફેંક્યા બાદ અચાનક સ્પાઈડરકેમમાં સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે લગભગ સાત મિનિટ સુધી મેચ રોકી દેવામાં આવી હતી. જે બાદ ટેકનિકલ ટીમે આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો, ત્યારે બાદ મોહસીને ત્રીજો બોલ ફેંક્યો

જાણકરી મળી રહી છે કે સ્પાઈડર કેમના વાયરને લઈ સમસ્યા હતી.લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની IPL 2024ની મેચમાં સ્પાઈડરકેમનો કેબલ તૂટીને જમીન પર પડવાને કારણે અણધારી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

સ્પાઈડરકેમ એ કેબલ-સસ્પેન્ડેડ કેમેરા સિસ્ટમ છે જે ફિલ્મ અને ટેલિવિઝન કેમેરાને પૂર્વનિર્ધારિત વિસ્તારમાં ઊભી અને આડી રીતે ખસેડવા સક્ષમ બનાવે છે.

સદભાગ્યે ક્રિકેટરો કોઈપણ ઈજા કે અકસ્માતમાંથી બચી ગયા હતા અને થોડા સમય પછી રમત ફરી શરૂ થઈ હતી. જોકે આ બાદ ફરી રાજસ્થાન વિ લખનૌ મેચ 3.2 ઓવર પછી બીજી વખત રોકી દેવામાં હતી. જેમાં બેલ્સની લાઈટમાં સમસ્યા હોવાની વાત સામે આવી રહી છે.
