ન્યુઝીલેન્ડ સામે હાર બાદ, 170 આઈપીએલ મેચ રમનાર વિકેટ કીપરે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાને હાર મળી અને થોડી કલાકોમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેનું ક્રિકેટ કરિયર 17 વર્ષનું રહ્યું છે.

| Updated on: Nov 04, 2024 | 11:19 AM
ન્યુઝીલેન્ડના હાથે ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપ થયાના કલાકો બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ નિવૃત્તિની જાહેરાત કરી છે.

1 / 5
40 વર્ષના દિગ્ગજ ક્રિકેટરનું ક્રિકેટ કરિયર 17 વર્ષનું રહ્યું છે. તેમણે જાહેરાત કરી કે, રણજી ટ્રોફીની સિરીઝ બાદ તે ક્રિકેટને અલવિદા કહી દેશે.પોતાની 17 વર્ષની કારકિર્દીમાં સાહાએ બંગાળ માટે 15 વર્ષ ક્રિકેટ રમી છે.

2 / 5
રિદ્ધિમાન સાહાએ વર્ષ 2010માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતુ. તેમણે 40 ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 9 વનડે રમી છે. સાહે પોતાની પહેલી ટેસ્ટ મેચ સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમી હતી. છેલ્લી ટેસ્ટ મેચ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ મુંબઈના મેદાનમાં રમી હતી. સાહાનો વનડે ડેબ્યુ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હતુ.

3 / 5
રિદ્ધિમાન સાહા 2021 બાદ ભારતીય ટીમથી બહાર હતો.  રિદ્ધિમાન સાહાએ આઈપીએલમાં 5 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં ગુજરાત ટાઈટન્સ માટે છેલ્લી વખત રમ્યો છે. 5 ટીમમાંથી રમી તેમણે 170 આઈપીએલ મેચ રમી છે. જેમાં 1 સદીની સાથે 2934 રન બનાવ્યા છે. આઈપીએલ 2025 માટે સાહાને ગુજરાત ટાઈટન્સે રિટેન કર્યો નથી.

4 / 5
આ સિવાય અહેવાલો એ પણ સામે આવ્યા છે કે તે IPL 2025ની ઓક્શનમાં ભાગ નહીં લે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">