ખેડૂતનો દીકરો બન્યો દુનિયાનો નંબર 1 બેટ્સમેન, કેવી રીતે શરુ થઈ ક્રિકેટ જર્ની, જાણો
ક્રિકેટરના સુપરસ્ટાર બનેલા શુભમનગિલ એક બાદ એક સફળતા મેળવી ઈતિહાસ રચી રહ્યો છે. શુભમન ગિલ ભારતીય ક્રિકેટનું મહત્વનું અંગ છે પરંતુ આજે જે સ્ટેજ પર પહોંચ્યો છે, તેના માટે તેમણે અને તેના પરિવારે ખુબ મહેનત કરી છે. તો ચાલો જાણીએ આજે આપણે ગિલની સકસેસ સ્ટોરી વિશે.

ગિલના દાદા દીદાર સિંહ ખેડૂત હતા તેના પિતા લખવિંદર પણ ખેડૂત હતા. લખવિંદર પોતાના દીકરાને ક્રિકેટર બનાવવા માંગતા હતા. ગિલના પિતા પંજાબના ફાઝિલ્કામાં રહેતા હતા પરંતુ જ્યારે શુભમન ગિલ 8 વર્ષનો હતો ત્યારે તેઓ દીકરાને લઈ મોહાલી આવ્યા હતા, ત્યાં મોહાલી ક્રિકેટ એકેડમીમાં દાખલ કર્યો હતો.

બાળપણમાં રોજ સવારે 3 વાગ્યે ઉઠી અને 4 વાગ્યે ક્રિકેટ એકેડમી પહોંચી જતો હતો. 2 કલાક સુધી બેટિંગની પ્રેક્ટિસ કર્યા બાદ શુભમન ગિલ સ્કુલે જતો હતો. શુભમન ગિલે માત્ર ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તે ક્રિકેટમાં કરિયર બનાવવા માટે વધારે અભ્યાસ કરી શક્યો નહી.

લગભગ 15 વર્ષ પહેલાં, ભૂતપૂર્વ ફાસ્ટ બોલર કરસન ઘાવરી એક સારા બેટ્સમેનની શોધમાં હતા.તેઓ BCCI વતી ફાસ્ટ બોલરોની શોધ કરતી એકેડેમીના ઇન્ચાર્જ હતા.બોલર માટે બેટ્સમેનની શોધમાં તે મોહાલી એકેડમીમાં હતા. ત્યારે તેની નજર ગિલ પર પડી હતી. જે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો.

ત્યારબાદ શુભમન ગિલના પિતાને શુભમન ગિલને નેટ્સમાં મોકલવા માટે કહે છો. અહીથી ગિલની કિસ્મત બદલી હતી. નેટમાં તે 11 વર્ષની ઉંમરમાં અંડર-19 ક્રિકેટ ટીમના બોલરોના બોલ પર નેટમાં પ્રેક્ટિસ કરતો હતો.

શુભમન ગિલ એક ભારતીય ક્રિકેટર છે,મોટાભાગે ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજા ક્રમે રહે છે. ગિલનો જન્મ 8 સપ્ટેમ્બર 1999 ના રોજ પંજાબના ફાઝિલ્કામાં થયો હતો. આંતર-જિલ્લા અંડર-16 મેચમાં, શુભમને મોહાલી માટે રમતા 351 રન બનાવ્યા. ત્યારબાદ, 14 વર્ષની ઉંમરે, તેણે વિજય મર્ચન્ટ ટ્રોફીમાં પંજાબ માટે અંડર-16 ડેબ્યૂમાં બેવડી સદી ફટકારી.

શુભમન ગિલની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ શાનદાર કારકિર્દી રહી છે. શરૂઆતમાં તે કોલકાતા નાઈટ રાઇડર્સ માટે રમ્યો હતો અને 2022માં ગુજરાત ટાઇટન્સનો ભાગ બન્યો, જેણે તે વર્ષે પણ ટુર્નામેન્ટ જીતી હતી. તે IPLમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે.

એશિયા કપ પહેલા શુભમન ગિલને T20 ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.ગિલે IPL 2025માં કુલ 650 રન બનાવ્યા હતા.
શુભમન ગિલનો આજે છે જન્મદિવસ,જાણો પરિવારમાં કોણ કોણ છે. અહી ક્લિક કરો
