છેલ્લી ટી 20 મેચમાં ભારતના આ ખેલાડીઓને તક મળી શકે છે, જાણો કેવી હશે પ્લેઈંગ ઈલેવન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ મેચની સિરીઝમાં 3-1થી સરસાઈ ટીમ ઈન્ડિયાએ મેળવી લીધી છે. છેલ્લી મેચમાં કેટલાક બદલાવ સાથે ટીમ મેદાનમાં ઉતરી શકે છે. આ સિવાય સાઉથ આફ્રિકાના પ્રવાસને ધ્યાનમાં રાખીને શ્રેયસ અય્યર અને દિપક ચહરના પ્રદર્શન પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

ભારતને સાઉથ આફ્રિકા વિરુદ્ધ 10 ડિસેમ્બરથી 20 સિરીઝ રમવાની છે. જેમાં અય્યર અને દિપકની ભૂમિકા મહત્વની હશે. અય્યરે વનડે વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ, સાઉથ આફ્રિકા જતા પહેલા અય્યરને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મોટી ઈનિગ્સ રમવાનો પ્રયત્ન કરશે.અય્યરની જેમ ચહરે પણ ઈજાના કારણે લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ પુનરાગમન કર્યું છે.

ભારત તરફથી બેટિંગમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ, રુતુરાજ ગાયકવાડ, રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશને સારું પ્રદર્શન કર્યું છે. છેલ્લી મેચમાં કિશનની જગ્યાએ રમી રહેલા જીતેશ શર્માએ પણ પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા.

બોલરની વાત કરીએ તો રવિ બિશ્રોઈએ અત્યારસુધી 7 વિકેટ લઈ શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાની ટીમે અત્યારસુધી મધ્યમ પ્રદર્શન કર્યું છે. તેની ટીમ છેલ્લી મેચમાં જીત મેળવી સિરીઝનો અંત કરી ઘરે પરત થવા માંગશે.

ભારતની પ્લેઈગ ઈલેવનમાં આ પ્રમાણે ખેલાડી હોય શકે છે. જેમાં જોઈએ તો સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, યશસ્વી જ્યસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, વોશિગ્ટનસુંદર, અક્ષર પટેલ,શિવમ દુબે, રવિ બિશ્રોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કુષ્ણા, અવેશ ખાન, મુકેશ કુમાર,