IND vs ENG : જ્યાં વિરાટ કોહલી પણ પહોંચી શક્યો નહીં, તે રેકોર્ડ બનાવશે કેએલ રાહુલ
માન્ચેસ્ટર ટેસ્ટમાં કેએલ રાહુલ ઈતિહાસ રચી શકે છે. તેણે અત્યાર સુધીની ત્રણ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને માન્ચેસ્ટરમાં રમાનારી ચોથી ટેસ્ટ મેચમાં તે આ સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય બેટ્સમેન બની શકે છે.

ભારતીય ટીમ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ રમશે. આ શ્રેણીની ત્રણ ટેસ્ટમાં કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે ચોથી ટેસ્ટમાં પણ તેની પાસેથી મોટા સ્કોરની અપેક્ષા છે. એટલું જ નહીં તેની પાસે એક મોટો રેકોર્ડ બનાવવાની પણ તક છે.

માન્ચેસ્ટર ટેસ્ટમાં કેએલ રાહુલ એક એવી સિદ્ધિ મેળવી શકે છે જે વિરાટ કોહલી પણ ઈંગ્લેન્ડમાં મેળવી શક્યો નથી. રાહુલે અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં 12 ટેસ્ટ મેચમાં 989 રન બનાવ્યા છે અને તે 1000 રન પૂરા કરવાથી 11 રન દૂર છે.

અત્યાર સુધી ફક્ત ત્રણ ભારતીય ખેલાડીઓએ ઈંગ્લેન્ડમાં 1000થી વધુ રન બનાવ્યા છે. સચિન તેંડુલકરે ઈંગ્લેન્ડમાં 17 મેચમાં 1575 રન, રાહુલ દ્રવિડે 13 મેચમાં 1376 રન અને સુનીલ ગાવસ્કરે 16 મેચમાં 1152 રન બનાવ્યા છે.

કેએલ રાહુલ 12 ટેસ્ટ મેચમાં 989 રન સાથે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ રન બનાવવા મામલે ચોથા ક્રમે છે, જ્યારે કોહલીએ 15 ટેસ્ટમાં 976 રન બનાવ્યા છે. માન્ચેસ્ટરમાં રાહુલ પાસે ઈંગ્લેન્ડમાં 1000 રન પૂરા કારનાર ચોથા ભારતીય ખેલાડી બનવાની શાનદાર તક છે.

વર્તમાન સિરીઝમાં કેએલ રાહુલે ત્રણ ટેસ્ટ મેચમાં 62.50ની સરેરાશથી 375 રન બનાવ્યા છે. તેણે બે સદી અને 1 ફિફ્ટી પણ ફટકારી છે. આ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં તે ચોથા ક્રમે છે. (All Photo Credit : PTI)
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં કેએલ રાહુલ ખૂબ જ સારા ફોર્મમાં છે. કેએલ રાહુલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
