Champions Trophy 2025 : ટીમ ઈન્ડિયા દુબઈ પહોંચતાની સાથે જ ICCએ મોટી જાહેરાત કરી, ચાહકોનું મોટું ટેન્શન સમાપ્ત થયું
ચેમ્પિયન ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ દુબઈ પહોંચી ચૂકી છે. આ ટૂર્નામેન્ટમાં તે પોતાના અભિયાનની શરુઆત 20 ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ રમી કરશે.આ પહેલા આઈસીસીએ એક મોટો નિર્ણય લીધો છે. જે ક્રિકેટના ચાહકો માટે ગુડ ન્યુઝ છે.

પાકિસ્તાનમાં 19 ફેબ્રુઆરીથી શરુ થઈ રહેલી ચેમ્પિયન ટ્રોફી હાઈબ્રિડ મોડલ પર રમાશે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા તમામ મેચ દુબઈમાં રમશે. દરેક ક્રિકેટ ચાહક ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટકકરની રાહ જોઈ રહ્યા છે.

જે માત્ર એશિયા કપ કે આઈસીસી ઈવેન્ટમાં એકબીજા સાથે રમે છે. ટીમ ઈન્ડિયાની મેચની ટિકિટ આઈસીસીએ 3 ફેબ્રુઆરીથી ગ્રુપ મેચની ટિકિટનું વેચાણ શરૂ કર્યું. પરંતુ થોડા જ સમયમાં બધી ટિકિટો વેચાઈ ગઈ. આવી સ્થિતિમાં, હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એક મોટો નિર્ણય લીધો છે.

ટીમ ઈન્ડિયાને ગ્રુપ સ્ટેજમાં પોતાની 3 મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવાની છે. આ દરમિયાન તેનો સામનો પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમ સાથે થશે. ભારતીય ટીમ સેમીફાઈનલ અને ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરે છે તો આ મેચ દુબઈમાં રમાશે.

પરંતુ ચાહકોએ ફેબ્રુઆરીની શરુઆતમાં તમામ ટિકિટ ઓનલાઈન અને સીધી સેન્ટર પરથી ખરીદી લીધી હતી. જેમાં કેટલાક ચાહકો ખાલી હાથ રહ્યા હતા. હવે આઈસીસીએ ટીમ ઈન્ડિયાની મેચ માટે વધારાની ટિકિટ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ચાહકો માટે 16 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.30 વાગ્યાથી વધારાની ટિકિટ ઉપલબ્ધ થશે. આ સમય દરમિયાન, ક્રિકેટ ચાહકો ટીમ ઈન્ડિયાની તમામ ગ્રુપ સ્ટેજ મેચોની ટિકિટ ખરીદી શકશે.
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
