શ્રીસંતને થપ્પડ મારવાનો વીડિયો જોઈને હરભજન સિંહ થયો ગુસ્સે, લગાવ્યો મોટો આરોપ
IPLની પહેલી સિઝનમાં હરભજન સિંહે શ્રીસંતને થપ્પડ મારી હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો જોયા પછી હરભજન સિંહે લલિત મોદી પર મોટો આરોપ લગાવ્યો છે.

લલિત મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચે થપ્પડ મારવાની ઘટનાનો વીડિયો જોઈને હરભજન સિંહ ગુસ્સે ભરાયો છે. હરભજન સિંહે લલિત મોદી પર મોટો આરોપ લગાવ્યો છે.

હરભજન સિંહે 18 વર્ષ પછી થપ્પડ મારવાની ઘટનાનો વીડિયો વાયરલ કરવાના મુદ્દાની આકરી ટીકા કરી હતી. હરભજન સિંહે કહ્યું કે આ પાછળ ખોટી વિચારસરણી છે અને તે વ્યક્તિગત કારણોસર કરવામાં આવ્યું છે.

હરભજન સિંહે કહ્યું, 'જે રીતે આ વીડિયો લીક થયો તે ખોટું છે. આવું ન થવું જોઈતું હતું. આ વ્યક્તિગત લાભ માટે કરવામાં આવ્યું છે. આ ઘટના 18 વર્ષ પહેલા બની હતી, જેને લોકો ભૂલી ગયા હતા અને હવે લોકોને ફરીથી તેની યાદ અપાવવામાં આવી રહી છે.'

હરભજન સિંહ અને શ્રીસંતનો આ વીડિયો IPLની પહેલી સિઝનનો છે. 2008માં, પંજાબ કિંગ્સની જીત પછી, મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા હરભજન સિંહે શ્રીસંતને થપ્પડ મારી હતી.

હરભજન અને શ્રીસંતનો આ વીડિયો 18 વર્ષ પછી સામે આવ્યો છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઈકલ ક્લાર્ક સાથેની વાતચીત દરમિયાન, લલિત મોદીએ વીડિયો બતાવ્યો અને ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો. (All Photo Credit : PTI / GETTY)
વર્ષ 2008થી શરૂ થયેલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વર્લ્ડની સૌથી મોટી અને સૌથી સફળ ક્રિકેટ લીગ છે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
