Zaheer Khan Family Tree: પૂર્વ ક્રિકેટરના પિતા હતા ફોટોગ્રાફર માતા રહી ચૂકી છે શિક્ષક, પત્ની કરી ચૂકી છે બોલિવુડમાં કામ
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં ઘણા મહાન ખેલાડીઓ રહ્યા છે, જેમણે પોતાનું નામ બનાવ્યું છે. ઝહીર ખાન (Zaheer Khan) પણ તેમાંથી એક છે. પૂર્વ ભારતીય લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ઝહીર ખાન આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

ભારતીય ટીમનો પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ભારત માટે 300 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ઝહીરની લવસ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. 2017માં તેણે બોલિવૂડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા.

ભારતીય ટીમના સૌથી સફળ બોલર ઝહીર ખાન (Zaheer Khan)નો જન્મ 7 ઓક્ટોબર 1978ના રોજ મહારાષ્ટ્રના શ્રીરામપુરના એક મરાઠી મુસ્લિમ પરિવારમાં ઝાકિયા અને બખ્તિયાર ખાનને ત્યાં થયો હતો. ઝહીર ખાનને બાળપણથી જ ક્રિકેટનો ઘણો શોખ હતો.

સાગરિકા ફિલ્મ 'ચક દે ઈન્ડિયા'માં પ્રીતિના પાત્રથી ફેમસ થઈ હતી. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં જન્મેલી સાગરિકા 2007માં ફિલ્મ 'ચક દે ઈન્ડિયા'માં હોકી રમતી જોવા મળી હતી. આ પછી તે વર્ષ 2009માં આવેલી ફિલ્મ 'ફોક્સ'માં ઉર્વશી માથુરના રોલમાં જોવા મળી હતી.

ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર ઝહીર ખાન આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 2000માં ભારત માટે ડેબ્યૂ કરનાર ઝહીરની ગણતરી ભારતીય ક્રિકેટના ઈતિહાસના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાં થાય છે. ભારતે 2011 ODI વર્લ્ડ કપ જીત્યો હતો અને તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2014માં ભારત માટે રમી હતી.

ઝહીર ખાનનો જન્મ ઝાકિયા અને બખ્તિયાર ખાનને ત્યાં થયો હતો.પૂર્વ ક્રિકેટરનો એક મોટો ભાઈ જીશાન અને નાનો ભાઈ અનીસ છે.

ભારતનો સૌથી સફળ ફાસ્ટ બોલર IPLમાં નવી ફ્રેન્ચાઈઝી સાથે જોડાયો છે અને નવી ભૂમિકામાં જોવા મળશે.લખનૌ સુપર જાયન્ટ્સે ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને સાઈન કર્યો છે. લખનૌએ ડાબા હાથના સ્ટાર ફાસ્ટ બોલર ઝહીરને નવી સિઝન માટે ટીમ મેન્ટર તરીકે નિયુક્ત કર્યો છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
