સચિન તેંડુલકર પત્ની અંજલિ સાથે તાજમહેલ પહોંચ્યો, ચાહકોએ સેલ્ફી લેવા કરી પડા પડી
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પોતાની પત્ની અંજલિ સાથે તાજમહેલ પહોંચ્યો હતો. સચિન તેંડુલકરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 24 વર્ષની હતી. આ દરમિયાન તેણે 664 મેચ રમી અને 100 સદીની મદદથી 34,357 રન બનાવ્યા છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે વેલેન્ટાઈન ડેના એક દિવસ બાદ પત્ની અંજલિ સાથે તાજમહેલ પહોંચ્યા હતા. ભારતીય દિગ્ગજના લાખો ચાહકો છો. માસ્ટર બ્લાસ્ટરની એક ઝલક જોવા માટે ચાહકો ઉત્સાહિત હોય છે.

તેંડુલકર અને તેની પત્ની અંજલિ સુરક્ષા વચ્ચે પ્રેમનું પ્રતિક એવા તાજમહેલની મુલાકાત લેવા પહોંચ્યા હતા.આ દરમિયાન સચિન તેંડુલકરે તેની પત્ની સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

સચિન તેંડુલકર આગ્રા ટૂર પર એકલો નથી ગયો પણ તેની સાથે તેની પત્ની અંજલી તેંડુલકર પણ જોવા મળી રહી છે. સચિનને જોતા જ ચાહકો સચિન સચિનની બુમો પાડવા લાગ્યા હતા.

માસ્ટર બ્લાસ્ટરે 2013માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. હવે સચિન રોડ સેફટી વર્લ્ડ સિરીઝમાં ચાહકોને આશ્ચર્યચકિત કરે છે.

તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરના નામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન છે. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34 હજારથી વધુ રન બનાવ્યા છે.
