બીજી ટેસ્ટ જીતવા છતાં ટીમ ઈન્ડિયા આ મામલે ઈંગ્લેન્ડથી હારી ગઈ ! જાણો ચોંકવાનારું સત્ય

ભારતીય ક્રિકેટ ટીમે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં શાનદાર જીત નોંધાવી છે અને શ્રેણી 1-1થી બરાબર કરી છે, પરંતુ આ જીત બાદ એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આ સત્ય માત્ર રોહિત શર્મા માટે જ નહીં પરંતુ સમગ્ર ટીમ ઈન્ડિયા માટે મોટી સમસ્યા છે. જો આના પર અંકુશ નહીં આવે તો ટેસ્ટ શ્રેણી હાથમાંથી નીકળી શકે છે.

| Updated on: Feb 06, 2024 | 7:02 PM
જો કોઈ પણ ટીમ ભારતના પ્રવાસ પર આવી હોય તો તેમના માટે સૌથી મોટો ખતરો ભારતીય સ્પિનરો હોય છે. ઘણીવાર વિરોધી ટીમો અશ્વિન, જાડેજા અને અક્ષર પટેલ જેવા સ્પિનરો સામે ખાસ વ્યૂહરચના સાથે આવે છે. ઈંગ્લેન્ડની ટીમે પણ કંઈક આવું જ કર્યું અને તેમની રણનીતિ ભારતમાં સફળ પણ થઈ રહી છે.

1 / 5
અમે તમને એક એવો આંકડો જણાવવા જઈ રહ્યા છીએ જે ખરેખર આશ્ચર્યજનક છે. જો અમે તમને કહીએ કે ઈંગ્લેન્ડના સ્પિનરોની સરખામણીમાં ભારતીય સ્પિનરો ફ્લોપ સાબિત થયા છે, તો શું તમે આ વાત પર વિશ્વાસ કરશો? કદાચ ના. પણ આ વાત આના સત્ય છે. આંકડાઓ તેના પુરાવા છે.

2 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી 2 મેચ રમાઈ છે. આશ્ચર્યજનક વાત એ છે કે ઈંગ્લેન્ડના સ્પિનરોએ ભારતીય સ્પિનરો કરતાં વધુ વિકેટ લીધી છે. ઈંગ્લેન્ડના સ્પિનરોએ બે ટેસ્ટમાં કુલ 33 વિકેટ ઝડપી છે. તેમની બોલિંગ એવરેજ 33.90 અને ઈકોનોમી રેટ 3.48 છે.

3 / 5
ભારતીય સ્પિનરોએ આ ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધીમાં 23 વિકેટ ઝડપી છે. તેમની એવરેજ 38.39 રહી છે અને ઈકોનોમી રેટ પણ 4.18 છે. જે ટીમમાં અશ્વિન, જાડેજા, અક્ષર પટેલ જેવા સ્પિનરો છે, તે ટીમનું પ્રદર્શન આ પ્રકારનું છે તો તે ટીમ ઈન્ડિયા માટે ખરેખર આ ખરાબ સમાચાર છે. આ આંકડો ચિંતાજનક એટલા માટે પણ છે કારણ કે ઈંગ્લેન્ડના સ્પિનરો બિનઅનુભવી છે. ટોમ હાર્ટલી અને શોએબ બશીરે આ સિરીઝમાં ડેબ્યુ કર્યું છે અને જેક લીચે પણ વધારે ક્રિકેટ રમી નથી. જ્યારે જો રૂટ પાર્ટ ટાઈમ બોલર છે.

4 / 5
જો કે આ સિક્કાની બીજી બાજુ એ છે કે ભારતીય સ્પિનરો સામે ઈંગ્લિશ બેટ્સમેનોએ આક્રમક રણનીતિ અપનાવી છે. તેઓ અશ્વિન અને જાડેજાને બેકફૂટ પર ધકેલવામાં સફળ રહ્યા છે. બીજી તરફ ઈંગ્લેન્ડના સ્પિનરો સામે ભારતીય બેટ્સમેનો પરેશાન જોવા મળ્યા હતા. હવે તમે બંને ટીમોના સ્પિનરોની સરખામણી કરો તો એક વાત સ્પષ્ટ છે કે ટીમ ઈન્ડિયાના સ્પિનરો આ શ્રેણીમાં કંઈ ખાસ કરી શક્યા નથી. તેમણે આગામી ત્રણ ટેસ્ટ મેચોમાં પોતાનું પ્રદર્શન સુધારવું પડશે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">