સ્વીડનમાં હવે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો નહીં જોઈ શકે સ્માર્ટફોન કે TV, સરકારે લગાવ્યો પ્રતિબંધ
સ્વીડિશ સરકારની સલાહ મુજબ, બે થી પાંચ વર્ષના બાળકો દિવસમાં વધુમાં વધુ એક કલાક સ્ક્રીનનો ઉપયોગ કરી શકે છે, જ્યારે 6 થી 12 વર્ષની વયના બાળકો માત્ર બે કલાક માટે સ્ક્રીનનો ઉપયોગ કરી શકે છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ટીનેજર્સને દિવસમાં માત્ર ત્રણ કલાક સ્ક્રીનનો ઉપયોગ કરવાની છૂટ હોવી જોઈએ.
સ્વીડનમાં બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સ્ક્રીનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેથી હવે બાળકો સ્ક્રીનનો ઉપયોગ કરી શકશે નહીં. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બાળકોને ટીવી અને મોબાઈલ ફોન સહિત કોઈપણ સ્ક્રીનનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવી જોઈએ.
સ્વીડિશ સરકારની સલાહ મુજબ, બે થી પાંચ વર્ષના બાળકો દિવસમાં વધુમાં વધુ એક કલાક સ્ક્રીનનો ઉપયોગ કરી શકે છે, જ્યારે 6 થી 12 વર્ષની વયના બાળકો માત્ર બે કલાક માટે સ્ક્રીનનો ઉપયોગ કરી શકે છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ટીનેજર્સને દિવસમાં માત્ર ત્રણ કલાક સ્ક્રીનનો ઉપયોગ કરવાની છૂટ હોવી જોઈએ.
ઊંઘ પર સ્ક્રીનના ઉપયોગની અસર
સ્વીડનની સરકારે આ એડવાઈઝરી એવા સમયે જારી કરી છે જ્યારે ઘણા રિસર્ચ સેન્ટરોએ શોધી કાઢ્યું છે કે સ્ક્રીનના વધુ પડતા ઉપયોગથી બાળકો અને કિશોરોની ઊંઘ પર અસર થઈ રહી છે. ડિપ્રેશનના કેસો વધી રહ્યા છે અને શારીરિક પ્રવૃત્તિનું સ્તર પણ સતત ઘટી રહ્યું છે. જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારું નથી. જેની સીધી અસર બાળકોના સ્વાસ્થ્ય પર પડે છે.
ફ્રાન્સમાં સ્ક્રીનના ઉપયોગની મંજૂરી નથી
અમેરિકા, આયર્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ જેવા દેશો બાળકો માટે આવી એડવાઇઝરી બહાર પાડી ચૂક્યા છે. તેમાંથી ફ્રાન્સની સરકારે સૌથી કડક એડવાઈઝરી જારી કરી છે. ફ્રાન્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સ્ક્રીનનો ઉપયોગ કરવાની બિલકુલ મંજૂરી આપવી જોઈએ નહીં.
બાળકોને સ્ક્રીનથી દૂર રાખવા ખૂબ જ જરૂરી
થોડા દિવસો પહેલા જ સ્વીડનની સરકાર 18 વર્ષ સુધીના બાળકો માટે સ્ક્રીન જોવા માટે નવી એડવાઇઝરી બહાર પાડી હતી. જેમાં વાલીઓને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે બાળકોને સ્ક્રીન જોવા ન દેવી જોઈએ. આરોગ્ય એજન્સીએ કહ્યું કે બે વર્ષથી નીચેના બાળકોને ડિજિટલ મીડિયા અને ટેલિવિઝનથી સંપૂર્ણપણે દૂર રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હેલ્થ મિનિસ્ટર જેકબ ફોર્સમેડના જણાવ્યા અનુસાર, કલાકો સુધી સ્ક્રીન પર જોવાને કારણે બાળકોને પૂરતી ઊંઘ નથી આવતી. આવી સ્થિતિમાં સ્ક્રીનથી અંતર જાળવવું ખૂબ જ જરૂરી છે.