AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આયર્લેન્ડમાં શ્રેણી બચાવવી હોય તો વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ જરૂરી! આંકડા આપી રહ્યા છે મોટો સંકેત

ભારત સામે શ્રેણી બચાવવાનો પડકાર છે અને બીજી T20 હવે કરો યા મરો જેવી બની ગઈ છે. આવી પરિસ્થિતિમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળે તો તે ટીમ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તેના નોકઆઉટ મેચોના આંકડા પણ આ જ તરફ ઈશારો કરે છે.

| Updated on: Jun 27, 2026 | 4:15 PM
Share
ભારત અને આયર્લેન્ડ વચ્ચેની બીજી અને અંતિમ T20 હવે નિર્ણાયક બની ગઈ છે. પહેલી મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી અનિવાર્ય બની ગઈ છે.

1 / 6
આવા દબાણભર્યા મુકાબલામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવાની માંગ વધી રહી છે. કારણ કે મોટી મેચોમાં તેનું બેટ હંમેશા બોલ્યું છે.

2 / 6
અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં તેણે 68 રન અને ફાઈનલમાં ઐતિહાસિક 175 રનની ઈનિંગ રમી હતી. બંને મેચમાં ભારતને યાદગાર જીત અપાવવામાં તેણે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

3 / 6
IPL 2026ની એલિમિનેટર મેચમાં તેણે 97 અને ક્વોલિફાયર-2 માં 96 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.

4 / 6
તાજેતરમાં શ્રીલંકા A સામેની ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં પણ તેણે માત્ર 29 બોલમાં 94 રન ફટકારી ઈન્ડિયા A ને ચેમ્પિયન બનાવ્યું હતું.

5 / 6
ભારત માટે હવે બીજી T20 પ્રતિષ્ઠા બચાવવાની મેચ છે. જો મેનેજમેન્ટ વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક આપે તો તે માત્ર ભારત માટે સૌથી યુવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બનશે જ નહીં, પરંતુ દબાણમાં મેચ જીતાડવાની પોતાની ઓળખ પણ સાબિત કરી શકે છે. (PC: AI/PTI)

6 / 6

Breaking News: કેપ્ટન તરીકે પહેલી જ મેચમાં હારનાર માત્ર ચોથો ભારતીય, શ્રેયસ અય્યરના નામે નોંધાયો અનિચ્છનીય રેકોર્ડ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">