AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News 3.56 કરોડની અપ્રમાણસર મિલકત, કેતકી વ્યાસને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી, ACBને સોંપાઇ

Breaking News 3.56 કરોડની અપ્રમાણસર મિલકત, કેતકી વ્યાસને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી, ACBને સોંપાઇ

| Updated on: Aug 12, 2026 | 10:42 PM
Share

આણંદના તત્કાલીન અધિક કલેક્ટર કેતકી વ્યાસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શેલા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. અપ્રમાણસર મિલકતના કેસમાં વોન્ટેડ કેતકી વ્યાસ પાસેથી 3.56 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી હતી.

આણંદના તત્કાલીન અધિક કલેક્ટર કેતકી વ્યાસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શેલા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. અપ્રમાણસર મિલકતના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ રહેલા કેતકી વ્યાસ શેલા વિસ્તારમાં તેમની બહેનના ઘરે છુપાયા હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આ સચોટ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેમને ઝડપી લીધા હતા.

તપાસ દરમિયાન કેતકી વ્યાસ પાસેથી કુલ રૂપિયા ૩.૫૬ કરોડની બેનામી સંપત્તિ મળી આવી હતી, જેનો કોઈ હિસાબ નથી. આ સંપત્તિના સ્ત્રોત અંગે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેતકી વ્યાસની ધરપકડ કર્યા બાદ તેમને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના હવાલે કર્યા છે. હવે ACB આ કેસમાં સંપત્તિનો મૂળ સ્ત્રોત, તેમાં કોના કોના કનેક્શન છે અને ભવિષ્યમાં કયા નવા ખુલાસા થઈ શકે છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ પૂર્વ અધિકારીની ધરપકડથી ગુજરાતના વહીવટી વર્તુળોમાં પણ ભારે ચર્ચા જાગી છે, જે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીનો સંકેત આપે છે.

સુરતમાં આરોપીને જાહેરમાં માર મારવો પોલીસને ભારે પડ્યો, DCP નકુમ સામે હાઇકોર્ટની સુઓમોટો કાર્યવાહી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">