Breaking News : ફરવા સાપુતારા જઈ રહ્યા છો તો ગાડીની સ્પીડ ધીમી રાખજો, ગાઢ ધુમ્મસથી વાહનચાલકોને મુશ્કેલી પડશે
ચોમાસું આવતાની સાથે જ ફરવાના શૌખીનો સાપુતારા જવાનો પ્લાન બનાવી લે છે. ત્યારે ચોમાસાની ઋતુમાં ડાંગના સાપુતારામાં રસ્તાઓ પર ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જવાય છે. આ માટે જો તમે પણ સાપુતારા જઈ રહ્યા છો. તો ગાડી ચલાવતા પહેલા સાવચેતી રાખજો.
જો તમે પણ રજાઓમાં ફરવા માટે સાપુતારા જઈ રહ્યા છો તો ગાડીની સ્પીડ ઓછી રાખજો કારણ કે,ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાયું છે.સાપુતારામાં વરસાદ સાથે ગાઢ ધુમ્મસ છવાયું તો વાહનચાલકો સાવધાન રહેજો. સ્વાગત સર્કલથી મલેંગાવ ઘાટ સુધીના મુખ્ય માર્ગ પર ધુમ્મસના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. તો બીજી બાજુ ધુમ્મસ અને ઝરમર વરસાદના કારણે સાપુતારાનું વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ડાંગ સાપુતારામાં ઘાટા ધુમ્મસની ચાદર છવાતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સાપુતારામાં ધુમ્મસ જેવું વાતાવરણ છવાયું છે.
કુદરતી સૌંદર્ય માણવાની અનોખી તક
તમને જણાવી દઈએ કે,તારીખ 8 થી 28 ઓગસ્ટ સુધી સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ-2026નું આયોજન કરવામાં આવ્યું છે.મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારાની મુલાકાત લેવા આવી રહ્યા છે. મોન્સૂન ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત, એડવેન્ચર એક્ટિવિટી અને નેચર ટ્રેલનું આયોજન કરવામાં આવ્યું છે.ક્રાફ્ટ બજાર, આદિવાસી કલા-સંસ્કૃતિ અને સ્થાનિક વાનગીઓ મુખ્ય આકર્ષણ રહેશે. વરસાદી માહોલ વચ્ચે સાપુતારાનું કુદરતી સૌંદર્ય માણવાની અનોખી તક છે. તો રજાઓમાં ફરવા માટે પહોંચી જજો સાપુતારા