Breaking News: ડ્રગ્સના વ્યસને લીધો ભારતીય ખેલાડીનો જીવ, ખેલ જગતમાં શોકનો માહોલ
કેનેડા કબડ્ડી વર્લ્ડ કપ અને ઇંગ્લેન્ડમાં બેસ્ટ રાઇડરનો એવોર્ડ જીતી ચૂકેલા આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડીનું ડ્રગ્સના વ્યસનને કારણે નિધન થયું છે. પંજાબના ફિરોઝપુરના વતની આ ખેલાડીએ નશાની જાળમાંથી બહાર નીકળવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ આખરે લતે તેનો જીવ લીધો. આ ખેલાડીના નિઘનના સમાચારથી ખેલ જગતમાં શોકનો માહોલ છવાયો છે.

પંજાબના ફિરોઝપુરથી ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી ગુરજીત સિંહનું નિધન થયું છે. ગુરજીતનો અંતિમ સંસ્કાર તેના ગામમાં કરવામાં આવ્યો હતો.

ગુરજીત સિંહ એક ઉત્કૃષ્ટ ખેલાડી હતો. તેના ઘરનો એક આખો ઓરડો આજે પણ તેની સિદ્ધિઓની સાક્ષી પૂરે છે. તેના જીતેલા શિલ્ડ, પુરસ્કારો આને કબડ્ડી રમતા ફોટા રૂમમાં દિવાલો પર લગાવવામાં આવ્યા છે.

ગુરજીત સિંહના બગડતા સ્વાસ્થ્યનું કારણ ડ્રગ્સનું વ્યસન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ખરાબ સંગતને કારણે તે ડ્રગ્સની જાળમાં ફસાઈ ગયો. તેણે ઘણી વાર ડ્રગ્સ છોડવાનો પ્રયાસ કર્યો અને તેનાથી દૂર રહેવામાં સફળ પણ રહ્યો, પરંતુ ડ્રગ્સની લતે તેના પર ભારે અસર કરી અને આખરે તેનો જીવન લઈ લીધો.

ગુરજીત સિંહના પરિવારમાં તેની પત્ની, 10 વર્ષની પુત્રી અને તેના માતાપિતા છે. ગુરજીતના મૃત્યુથી પરિવાર, મિત્રો અને કબડ્ડી સહિત સમગ્ર રમત જગતમાં ઊંડો શોક છવાઈ ગયો છે.

ગુરજીતે 2007 માં કેનેડા કબડ્ડી વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ રાઇડરનો એવોર્ડ જીતીને ખૂબ નામ કમાયું હતું. તે ઇંગ્લેન્ડમાં પણ રમ્યો હતો અને ત્યાં પણ બેસ્ટ રાઇડરનો એવોર્ડ પણ જીત્યો હતો. (PC:Social Media)
Breaking News: ટેબલ ટેનિસ ફેડરેશનની માન્યતા રદ, રમત મંત્રાલયનો મોટો નિર્ણય
