AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાન મસાલા ખાનારાઓ અને વેચનારાઓ ખાસ ધ્યાન આપે… FSSAI એ પ્લાસ્ટિક પેકેજિંગ પર મૂક્યો સંપૂર્ણ બાન, જાણો નવો નિયમ

FSSAI એ પાન મસાલાના પેકેજિંગ માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક અને સિન્થેટિક મટિરિયલ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે કંપનીઓએ કાગળ, કાચ કે ટીન જેવા ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો અપનાવવા પડશે.

| Updated on: Aug 12, 2026 | 4:48 PM
Share
પાન મસાલા બનાવતી કંપનીઓ અને ગ્રાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણો પ્રાધિકરણ (FSSAI) એ પાન મસાલાના પેકેજિંગ સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. નવા નિયમો અનુસાર હવે પાન મસાલાના પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના પ્લાસ્ટિક અને સિન્થેટિક મટિરિયલ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

1 / 8
FSSAI ના આ નિર્ણય બાદ પાન મસાલા ઉત્પાદક કંપનીઓએ પોતાની પેકેજિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવો પડશે. આ નિર્ણયની સીધી અસર તે તમામ પેકેજિંગ ફોર્મેટ પર પડશે જેનો ઉપયોગ વર્ષોથી પાન મસાલા ઉદ્યોગમાં મલ્ટિ-લેયર પાઉચ તરીકે કરવામાં આવતો હતો.

2 / 8
કયા પેકેજિંગ મટિરિયલ પર મૂકાયો પ્રતિબંધ? નવા આદેશ મુજબ, પાન મસાલાના પેકેજિંગમાં હવે પ્લાસ્ટિક આધારિત કોઈ પણ મટિરિયલનો ઉપયોગ કરી શકાશે નહીં. આ પ્રતિબંધિત યાદીમાં પોલિપ્રોપિલિન, પોલિએસ્ટર, પોલિઇથિલિન અને પીવીસી (PVC) જેવા સિન્થેટિક પોલિમર આધારિત પેકેજિંગનો સમાવેશ થાય છે.

3 / 8
આ સિવાય કોપલિમર અને લેમિનેટ આધારિત પેકેજિંગ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. એટલું જ નહીં, એલ્યુમિનિયમ ફોઇલ અને મેટલાઇઝ્ડ લેયર (ચળકતી પ્લાસ્ટિક પરત) ધરાવતા પેકેજિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આનાથી બજારમાં ઉપલબ્ધ પરંપરાગત પ્લાસ્ટિક પાઉચ સંપૂર્ણપણે બંધ થઈ જશે.

4 / 8
હવે કયા મટિરિયલમાં થશે પેકિંગ? FSSAI ના નવા નિયમો મુજબ, હવે પાન મસાલાને કાગળ (Paper), પેપરબોર્ડ, સેલ્યુલોઝ અને અન્ય કુદરતી સ્ત્રોતોમાંથી બનેલી સામગ્રીમાં જ પેક કરવાના રહેશે. FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે આ કાગળ કે કુદરતી પેકેજિંગમાં પ્લાસ્ટિક કે સિન્થેટિક પોલિમરનું કોઈ લેયર કે મિશ્રણ હોવું જોઈએ નહીં.

5 / 8
આ ઉપરાંત FSSAI એ ટીન (Metal Cans) અને કાચના કન્ટેનર (Glass Containers) માં પેકિંગ કરવાની મંજૂરી આપી છે, એટલે કે કંપનીઓ હવે કાચની બરણી કે ટીનના ડબ્બામાં પાન મસાલા પેક કરીને વેચી શકશે. FSSAI ના જણાવ્યા મુજબ આ નિર્ણય પર્યાવરણના રક્ષણ અને પ્લાસ્ટિકનો કચરો ઘટાડવાના હેતુથી લેવામાં આવ્યો છે.

6 / 8
ક્યારથી લાગુ થયા નવા નિયમો? FSSAI એ 7 ઓગસ્ટ 2026 ના રોજ આ સુધારેલા નિયમોનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ અગાઉ 28 એપ્રિલ 2026 ના રોજ આ ફેરફારનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેના પર વિવિધ સૂચનો અને વાંધા-અરજીઓ ધ્યાને લીધા બાદ આ આખરી નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પર્યાવરણીય સુધારા અને પ્લાસ્ટિક મુક્ત ભારત તરફ આ એક મહત્વપૂર્ણ કદમ માનવામાં આવી રહ્યું છે.

7 / 8
કંપનીઓ પર શું પડશે અસર? આ નિર્ણયથી પાન મસાલા કંપનીઓએ તેમની હાલની સપ્લાય ચેઈન અને ઉત્પાદન મશીનરીમાં ફેરફાર કરવો પડશે. કાગળ, કાચ કે ટીન આધારિત પેકેજિંગ અપનાવવાથી પાન મસાલાના ઉત્પાદન અને પરિવહન ખર્ચ (ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ) માં વધારો થઈ શકે છે. જોકે FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે તમામ ઉત્પાદકોએ તાત્કાલિક ધોરણે આ નવા નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

8 / 8

રેઝર બ્લેડની ડિઝાઇનનું અસલી રહસ્ય શું ? તમામ બ્લેડનો વચલો ભાગ એકસરખો કેમ હોય છે ! જાણો…

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">