11 August 2026

આ 5 છોડ મચ્છર-માખીઓને રાખશે દૂર!

Photo Credit - iStock

ગલગોટાના ફૂલોમાં પાયરેથ્રમ નામનું કુદરતી સંયોજન હોય છે.

જેનો ઉપયોગ જંતુ ભગાડનારાઓમાં થાય છે.

તેની તીખી સુગંધ મચ્છર અને માખીઓને ભગાડે છે.

ફુદીનાની સુગંધથી માખીઓ, મચ્છર અને કીડીઓને દૂર રહે છે.

તમે તેના પાંદડામાંથી રસ કાઢીને તમારા ઘરની આસપાસ સ્પ્રે કરી શકો છો.

લેમનગ્રાસમાં સિટ્રોનેલા ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.

ઘણા કૉઇલ અને રિપેલેન્ટમાં સિટ્રોનેલા તેનો ઉપયોગ કરવામાં આવે છે.

તુલસી દરેક ભારતીય ઘરમાં સરળતાથી મળી આવે છે.

તેના પાંદડા કુદરતી રીતે એન્ટીબેક્ટેરિયલ હોય છે.

તુલસીની સુગંધ મચ્છરના લાર્વાને પ્રજનન કરતા અટકાવે છે.

લેવેન્ડરની સુગંધ માખી અને મચ્છરોને પસંદ નથી.

તેમાં રહેલું લિનાલૂલ સંયોજન જંતુઓને દૂર રાખવામાં મદદરૂપ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.