Champions Trophy 2025 : ઈંગ્લેન્ડ સહિત 3 ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર, ભારત સહિત આ ટીમે સેમિફાઈલમાં એન્ટ્રી કરી
અફઘાનિસ્તાન વિરુદ્ધ મળેલી હાર સાથે ઈંગ્લેન્ડ ચેમ્પિયન ટ્રોફી 2025માંથી બહાર થનારી ત્રીજી ટીમ બની છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, ચેમ્પિયન ટ્રોફીમાંથી અત્યારસુધી કઈ કઈ ટીમ બહાર થઈ છે. સેમિફાઈનલ કઈ ટીમ વચ્ચે રમાશે.

અફઘાનિસ્તાન વિરુદ્ધ મળેલી હાર બાદ જોસ બટલરની આગેવાની વાળી ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થનારી ત્રીજી ટીમ બની છે. આ પહેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ હતી.

તમને જણાવી દઈએ કે, આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં કુલ 8 ટીમે ભાગ લીધો હતો. આ 8 ટીમને બે ટીમમાં વહેંચવામાં આવી હતી. જેમાં અત્યારસુધી ન્યુઝીલેન્ડ અને ભારતીય ટીમે સેમીફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે.

હજુ ઓસ્ટ્રેલિયા , સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે સેમીફાઈનલ માટે જંગ ચાલુ છે.

અફઘાનિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટની શરુઆત સારી રહી ન હતી. તેમણે ઓપનિંગ મેચમાં સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ઈંગ્લેન્ડને હરાવી સેમિફાઈનલમાં જવાની આશા રાખી છે.ગ્રુપ બીના પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાનની ટીમ 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે.

હવે સેમિફાઈનલ માટે અફઘાનિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને આગામી મેચમાં હાર આપવી પડશે.

જો આપણે ગ્રુપ એના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો આ ગ્રુપમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ સેમીફાઈનલની ટિકિટ મેળવી ચૂકી છે. બંન્ને ટીમે 2-2 મેચ જીતી લીધી છે. તેમજ પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ છે. બંન્ને ટીમનું હજુ સુધી જીતનું ખાતું પણ ખુલ્યું નથી.
ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. ભારતીય ક્રિકેટ ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
