World Hypertension Day : દવાથી નહીં ! તમારી જીવનશૈલી અને આહાર બદલો, હાઈ BP થી બચવા આટલું ધ્યાન રાખો
હાઈ બ્લડ પ્રેશર અથવા હાઇપરટેન્શન એ એક એવી સ્થિતિ છે, જેના કારણે દર 10 માંથી 7 લોકો પીડાઈ રહ્યા છે. તેની કોઈ સ્પષ્ટ લક્ષણો નથી હોતી, તેથી જ હાઈપરટેન્શનને 'સાયલન્ટ કિલર' તરીકે ઓળખવામાં આવે છે.

હાઇપરટેન્શન જેવા રોગને જીવનશૈલીમાં ફેરફાર અને યોગ્ય તબીબી સલાહ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. સામાન્ય રીતે, જ્યારે દર્દી ડૉક્ટર પાસે પહોંચે છે ત્યારે તેમને દવાઓ લેવાની જરૂર પડે છે. જો કે, ડૉક્ટરો ઘણા વખત દવાઓ સિવાયના પણ વિકલ્પો સૂચવે છે, જેના દ્વારા રક્તદાબને નિયંત્રિત કરી શકાય છે. 17 મે એ વિશ્વ હાઇપરટેન્શન દિવસ તરીકે ઊજવવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઘણીવાર ત્યાં સુધી દેખાતી નથી જ્યાં સુધી તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું રૂપ ન ધારી લે.

રોજનું બ્લડ પ્રેશર તપાસવું અને સામાન્ય જીવનશૈલીમાં કેટલીક સરળ બાબતોને શામેલ કરવી ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. યોગ્ય પગલાં દ્વારા બ્લડ પ્રેશર તેમજ હ્રદયરોગના જોખમને ઘટાડી શકાય છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને દવાઓની જરૂરિયાત ઘટાડી શકાય છે અથવા ટાળી શકાય છે.

વજન ઘટાડો : 'ક્લીવલેન્ડ ક્લિનિક'ના એક રિપોર્ટ મુજબ, વધેલું વજન હાઈ બીપીનું મુખ્ય કારણ છે. વધારે વજન શ્વાસ લેવામાં અડચણ પેદા કરે છે, ખાસ કરીને ઊંઘતી વખતે – જેને 'સ્લીપ એપનિયા' કહેવાય છે. આ સમસ્યા પણ હાઈ બ્લડ પ્રેશર માટે જવાબદાર હોઈ શકે છે. વજન ઘટાડવું એ સૌથી અસરકારક ઉપાયોમાંનો એક છે.

દૈનિક કસરત કરો : દરરોજ ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ યોગ અથવા ધ્યાન કરવાથી બ્લડ પ્રેશર ઘટાડી શકાય છે. નિયમિત કસરત હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે.

સ્વસ્થ આહાર અપનાવો : આધુનિક જીવનશૈલી અને અયોગ્ય આહારના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધતી જાય છે. આખા અનાજ, તાજાં ફળો અને શાકભાજીનો ઉપયોગ વધારવો જોઈએ. ઓછી ચરબી અને ઓછા કોલેસ્ટ્રોલવાળું ખોરાક પસંદ કરો. મીઠું અને સોડિયમનો ઉપયોગ ઘટાડો. દૈનિક આહારમાં ઓછી માત્રામાં સોડિયમ રાખવાથી હ્રદય તથા શરીર સ્વસ્થ રહે છે.

સારી ઊંઘ જરૂરી છે : તજજ્ઞોના મતે, યોગ્ય ઊંઘથી પણ બ્લડ પ્રેશર નિયંત્રિત થઈ શકે છે. રાત્રે ઓછામાં ઓછી 7 કલાક ઊંઘ લેવી જરૂરી છે. ઊંઘમાં ખલેલ પહોંચાડતી પ્રવૃત્તિઓ ટાળો – જેમ કે સૂતાં પહેલા મોબાઇલ, ટીવી અથવા તેજ પ્રકાશવાળી વસ્તુઓનો ઉપયોગ.

તણાવથી દૂર રહો : મનોવૈજ્ઞાનિકો માને છે કે વ્યક્તિના વિચારો શરીર પર સીધો અસર કરે છે. તેથી શક્ય હોય તેટલી સકારાત્મકતા અપનાવો, તણાવ ટાળો. પુસ્તકો વાંચો, ધ્યાન કરો અને પોતાનું બીપી નિયમિત ચેક કરો. સાથે જ કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર પણ નિયંત્રણમાં રાખો. (All Image - Canva)
દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. લાઈફસ્ટાઈલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
