ગુજરાતના CM સહિત ધારાસભ્યો મા અંબાના શરણે, મહાઆરતી બાદ ધારાસભ્યો ગરબે ઘૂમ્યા, જુઓ ફોટા
બનાસકાંઠાના 51 શક્તિપીઠ અંબાજી ખાતે માની સતત બીજા વર્ષે પરિક્રમા યોજાઇ. ત્યારે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અન્ય પ્રધાનો અને ધારાસભ્યો સાથે અંબાજીની મુલાકાત લીધી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં સૌ ધારાસભ્યો અને પ્રધાનોએ માના ચરણોમાં વંદન કરી ગરબા પણ રમ્યા હતા.

બનાસકાંઠાના 51 શક્તિપીઠ અંબાજી ખાતે માની સતત બીજા વર્ષે પરિક્રમા યોજાઇ. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યોએ અંબાજીની મુલાકાત લીધી હતી.

અંબાજીના ગબ્બર ખાતે પહોંચેલા આ તમામ મંત્રીઓ અને ધારાસભ્યો 51 શક્તિપીઠના વિવિધ મંદીરોમાં પહોંચ્યા હતા. જ્યાં ગબ્બર ગઢની આરતી સાથે તમામ 51 શક્તિપીઠ મંદિરોમાં બિરાજમાન થયેલી માતાજીની આરતી ઉતારી હતી.

તમામ પ્રધાનોએ મા અંબાની ભક્તિમાં લીન જોવા મળ્યા. પ્રધાનોએ અંબાજી પહોંચીને મંજીરા વગાડીને માના ભજન કર્યા હતા અને બાદમાં મંદિરમાં દર્શન અને આરતી બાદ પરિક્રમા કરી હતી.

અંબાજી મુલાકાતની શરૂઆતના સફરથી રાતની મહાઆરતી સુધી તમામ પ્રધાનો ખૂબ ઉત્સાહમાં જોવા મળ્યા. તેમણે ભજન કર્યા બાદ માની ચોથા દિવસની પરિક્રમા કરીને મહાઆરતીમાં જોડાયા. જે બાદ ખૂબ હર્ષોલ્લાસથી પ્રધાનો અને ધારાસભ્યો ગરબા પણ રમ્યા હતા.

ગરબા બાદ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યોએ લાઇટ એન્ડ સાઉન્ડ શો માણ્યો હતો. અંબાજીમાં પરિક્રમાના ચોથા દિવસે તળેટીમાં ગરબા અને આરાધનાથી સમગ્ર માહોલ જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યો હતો.
