જો તમને હાઈ કોલેસ્ટ્રોલ છે? તો આ ત્રણ ફૂડ ખાવાનું ટાળો, શરીર રહેશે તંદુરસ્ત
જેમ ઘરના પાણીના પાઈપોમાં ગંદકી અથવા તેલ જમા થાય તો પાણીનો પ્રવાહ ધીમો પડે છે અને ક્યારેક પાઈપોને નુકસાન પણ પહોંચે છે, તેવી જ અસર આપણા શરીરની નસોમાં જોવા મળે છે. આજના સમયમાં હાઈ કોલેસ્ટ્રોલ એક સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા બની ગઈ છે. જો તેને અવગણવામાં આવે તો હૃદય સંબંધિત ખતરાઓ વધી શકે છે. મોટાભાગે એવું માનવામાં આવે છે કે આ સમસ્યા ફક્ત વધારે વજન ધરાવતા લોકોને થાય છે, પરંતુ હકીકતમાં પાતળી કાયાના લોકોમાં પણ નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલ સંગ્રહિત થઈ શકે છે.

જો તમારા કોલેસ્ટ્રોલ રિપોર્ટમાં લેવલ વધેલુ દેખાય છે અથવા તમે હૃદય સંબંધિત બીમારીઓથી પોતાને સુરક્ષિત રાખવા માંગતા હો, તો ઊંચા કોલેસ્ટ્રોલમાં નુકસાનકારક એવા આ ત્રણ ખોરાક તરત જ તમારા રોજિંદા આહારથી દૂર કરવા જોઈએ. ચાલો હવે તેના વિશે વિગતથી જાણીએ.

સૌથી પહેલાં બજારમાં સરળતાથી મળતા તળેલા અને પ્રોસેસ્ડ ખોરાકથી અંતર રાખવું જરૂરી છે. સમોસા, કચોરી, ફ્રેન્ચ ફ્રાઈઝ તેમજ પેકેટવાળી ચિપ્સમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આવી ચરબી શરીર માટે અત્યંત હાનિકારક સાબિત થાય છે. તે માત્ર ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) વધારતી નથી, પરંતુ સારા કોલેસ્ટ્રોલ (HDL)ના સ્તરને પણ ઘટાડે છે. જો તમે તમારા હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ અને સક્રિય રાખવા ઈચ્છતા હો, તો આજથી જ આ ખોરાકોને ઇનકાર કરવાની આદત અપનાવો. ( Credits: AI Generated )

જો તમે માંસાહારી છો, તો આ બાબતમાં ખાસ સાવચેત રહેવું જરૂરી છે. મટન, બીફ અથવા લાલ માંસમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધારે હોય છે, જે કોલેસ્ટ્રોલના સ્તરને ઝડપથી વધારી શકે છે. તેનાથી પણ વધારે નુકસાનકારક પ્રોસેસ્ડ મીટ હોય છે. સોસેજ, સલામી અને હોટ ડોગ્સ જેવા ખોરાકમાં લાંબા સમય સુધી સંગ્રહ માટે વધારે મીઠું અને રાસાયણિક પદાર્થો ઉમેરવામાં આવે છે. આ સંયોજન હૃદયના આરોગ્ય પર ખરાબ અસર કરી શકે છે. ( Credits: AI Generated )

તમને કદાચ લાગે કે કોલેસ્ટ્રોલ અને મીઠાશ વચ્ચે કોઈ ખાસ સંબંધ નથી, પરંતુ હકીકતમાં બંને એકબીજા સાથે નજીકથી જોડાયેલા છે. જ્યારે આપણે વધારે પ્રમાણમાં ખાંડ, મીઠાઈ, સોફ્ટ ડ્રિંક્સ અથવા રિફાઇન્ડ લોટથી બનેલા ખોરાક જેમ કે સફેદ બ્રેડ, પાસ્તા અને બિસ્કિટ ખાઈએ છીએ, ત્યારે લીવર તેને ટ્રાઇગ્લિસરાઇડ્સમાં ફેરવી દે છે. ટ્રાઇગ્લિસરાઇડ્સ પણ ચરબીનો જ એક પ્રકાર છે અને તેનો સ્તર વધે ત્યારે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેતું નથી. તેથી, જો તમે કોલેસ્ટ્રોલ ઘટાડવા ઈચ્છતા હો, તો ખાંડનું સેવન ઓછું કરવું ખૂબ જરૂરી છે. ( Credits: AI Generated )

તમારા રોજિંદા આહારમાં ફાઈબરથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. ઓટ્સ, લીલા પાંદડાવાળા શાકભાજી, વિવિધ ફળો તથા બદામ, અખરોટ જેવા સુકા મેવા આ બાબતમાં ખૂબ લાભદાયી છે. આવા ખોરાક નસોમાં સંગ્રહિત વધારાની ચરબીને શોષી લઈને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. હંમેશા યાદ રાખો કે સ્વાદ થોડા સમય માટે આનંદ આપે છે, પરંતુ હૃદયનું સારું સ્વાસ્થ્ય આખા જીવન માટે અમૂલ્ય છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.) ( Credits: AI Generated )
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.
