Breaking News: શોપિંગ મોલમાં નશાની ફેક્ટરી! સુરતમાં MD ડ્રગ્સ બનાવતી હાઈ-ટેક લેબ પકડાઈ, 3 આરોપી ઝડપાયા
સુરત શહેરમાં નશાના કારોબારને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ સોલારિસ શોપિંગ સેન્ટરમાં MD ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપાઈ છે. બાતમીના આધારે સુરત SOGએ મોટી કાર્યવાહી કરી શોપિંગ સેન્ટરમાં આવેલી ‘ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટિક લેબ’ પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ બેઝ MD ડ્રગ્સ બનાવાતું હોવાનું બહાર આવ્યું છે.

હાઈ પ્યુરિટી MD ડ્રગ્સ તૈયાર થતું હતું
આ સમગ્ર કિસ્સામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે લેબના સંચાલકોને અંદર ડ્રગ્સ બનાવાતું હોવાની કોઈ જાણ નહોતી. મળતી માહિતી મુજબ મુખ્ય આરોપી બ્રિજેશ ભાલોદિયા લેબ ટેક્નિશિયન તરીકે એક મિત્રની ઓળખથી લેબમાં પ્રવેશ્યો હતો. પ્રોજેક્ટના બહાને કામ કરવાની પરવાનગી લઈને તે છેલ્લા બે મહિનામાં ચાર વખત લેબમાં આવ્યો અને કોઈને શંકા ન જાય તે રીતે હાઈ પ્યુરિટી MD ડ્રગ્સ તૈયાર કરતો હતો.
શહેરમાં સપ્લાય કરતા હતા
તપાસમાં સામે આવ્યું છે કે, બ્રિજેશ દ્વારા તૈયાર કરાયેલા ડ્રગ્સને ખુશાલ રાણપરિયા અને ભરત લાઠીયા શહેરમાં સપ્લાય કરતા હતા. SOGએ લેબમાંથી ડ્રગ્સ બનાવવામાં વપરાતા વિવિધ કેમિકલ્સ અને સાધનો સહિત કુલ રુપિયા 2.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
આ કેસમાં વધુ ગંભીર બાબત એ છે કે સમગ્ર નેટવર્કનો માસ્ટર માઈન્ડ લંડનમાં બેઠો હોવાનું સામે આવ્યું છે. તે જ સમગ્ર નશાના કારોબાર માટે આર્થિક સહાય પૂરી પાડતો હતો. હાલ તેને વોન્ટેડ જાહેર કરાયો છે. નોંધનીય છે કે 1 જાન્યુઆરીએ અમરોલી છાપરાભાઠા રોડ પરથી 236.780 ગ્રામ MD ડ્રગ્સ સાથે જીલ ઠુમ્મરની ધરપકડ બાદ આ લેબ સુધી તપાસ પહોંચી હતી. પોલીસ હવે આ ડ્રગ્સ નેટવર્ક અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા