Breaking News : જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટર, જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓ ઘેરામાં ઘેરાયા
જમ્મુ અને કાશ્મીરના કઠુઆના બિલ્લાવર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓ સુરક્ષાદળે રચેલા ઘેરામાં ઘેરાઈ ગયાની આશંકા છે.

આતંકગ્રસ્ત જમ્મુ અને કાશ્મીરના કઠુઆના બિલ્લાવર વિસ્તારમાં, સુરક્ષા દળોએ કરેલા ઘેરાવામાં 3 આતંકવાદીઓ ફસાઈ ગયા છે. સુરક્ષા દળના ઘેરમાં ઘેરાઈ ગયેલા આતંકવાદીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઘાયલ થયાના અહેવાલ છે. બન્ને તરફથી સતત ગોળીબાર ચાલુ છે. ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે આતંકવાદીઓને ઘેરી રાખ્યાં છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ સુરક્ષાદળ અને મ્મુ અને કાશ્મીર પોલીસે રચેલા ઘેરામાં ફસાયા હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે બિલ્લાવરના કહોગ ગામમાં, બુધવારે સાંજે એન્કાઉન્ટર શરૂ થયું હતું. બે થી ત્રણ આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
જમ્મુના આઈજીપી ભીમ સેન તુતીએ ટ્વીટ કર્યું કે, કઠુઆમાં SOG કામધ નાલા જંગલમાં આતંકવાદીઓ સાથે અથડામણ થવા પામી છે. અંધારું, ગાઢ ઝાડીઓ અને ખતરનાક ભૂપ્રદેશ હોવા છતાં, SOG આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ રાખી છે. CRPF ટીમો પણ આ સંયુક્ત ઓપરેશનમાં ભાગ લઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોએ સાંજે 4 વાગ્યાની આસપાસ બિલ્લાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામડ નાળામાં એક આતંકવાદીને જોયો હતો.
Op update 1: Despite darkness, thick vegetation and treacherous terrain, SOG relentlessly engaging the terrorists. Teams of CRPF are also participating in the Joint Op .
— IGP Jammu (@igp_jammu) January 7, 2026
ધન્નુ સાથે પેરોલ પર મુક્ત થયેલ આતંકવાદી હોઈ શકે
સૂત્રોએ જણાવ્યું હતું કે આ એ જ આતંકવાદી હોઈ શકે છે, જે આજે સવારે ધન્નુ સાથે પેરોલ પર મુક્ત થયેલ જોવા મળ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓને બેઅસર કરવા માટે ગામમાં વધારાના દળો મોકલવામાં આવ્યા છે. ગુપ્ત માહિતી મળ્યા બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને CRPF ની સંયુક્ત ટીમે વિસ્તારમાં ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું. જ્યારે આતંકવાદીઓએ સર્ચ ટીમ પર ગોળીબાર કર્યો, ત્યારે સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો, જેના કારણે એન્કાઉન્ટર શરૂ થયું. રાત્રિના અંધારા અને ગાઢ જંગલો હોવા છતાં, સુરક્ષા દળો આતંકવાદીઓને બેઅસર કરવા માટે કટિબદ્ધ છે.