Women’s health : તમારા પીરિયડ્સ દર્શાવે છે કે તમે કેટલા બીમાર છો, મહિલાઓએ આ વાત જાણવી જોઈએ
પીરિયડ્સનો સંબંધ માત્ર તમારી ફર્ટિલિટી સાથે નથી પરંતુ તમારા સ્વાસ્થ વિશે પણ અનેક વાતો કહી જાય છે. તમારા પીરિયડ્સ જણાવે છે કે, તમે કેટલા બિમાર છો. તો ચાલો આ વિશે આજે આપણે અમારી ગાયનેકોલોજિસ્ટની સીરિઝમાં વિસ્તારથી વાત કરીએ.

પીરિયડ્સ દર મહિના મહિલાઓને આવવા જરુરી છે. મોટાભાગની મહિલાઓ નથી જાણતી કે, પીરિયડ્સનો સંબંધ માત્ર ફર્ટિલિટી કે રિપ્રોડક્ટિવ હેલ્થ સાથે નહી પરંતુ આખા શરીર સાથે છે. તમારી પીરિયડ્સ સાઈકલ કેવી છે. બ્લડ ફ્લો કેવો આવી રહ્યો છે. દુખાવો કેવો થાય છે.

તમારા પીરિયડ્સ સ્વાસ્થ અંગે અનેક વાતો કહી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે, તમારા પીરિયડ્સ એ પણ જણાવે છે કે, તમે કેટલા બિમાર છો. તમારા શરીરમાં કોઈ ગડબડ તો નથી ને.જો તમે પીરિયડ્સ સાથે જોડાયેલી કેટલીક વાતો પણ ધ્યાન આપશો તો. તમારી હેલ્થનું રિપોર્ટ કાર્ડ સરળતાથી સમજી શકશો.

પીરિયડ્સ કોઈ પણ મહિલાના સ્વાસ્થ સાથે જોડાયેલી માહિતી આપે છે. પીરિયડ્સ સાથે જોડાયેલી એવી વાતો જેના પર દરેક મહિલાએ ધ્યાન આપવું જોઈએ. જો તમારી પીરિયડ્સ સાઈકલમાં અચાનક ફેરફાર થયો છે. એટલે કે, પીરિયડ્સ અચાનક મોડા આવવા લાગે કે પછી જલ્દી આવે છે. તો આને નજર અંદાજ કરવો જોઈએ નહી.

સીધી રીતે આનો ઈશારો તમારા શરીરના હોર્મોન્સ ઈન્બેલેન્સ પર રહેલો છે. જો તમારા પીરિયડ્સ વધારે બ્લડ ક્લોટસ્ આવે છે. કે પછી પીરિયડ્સ બ્રાઉન આવે છે. તેમજ દુખાવો વધારે કે નોર્મલ નથી. તો આ કોઈ ઈન્ફેક્શનનો સંકેત હોય શકે છે.

પીરિયડ્સ 1-2 દિવસ આવવા હંમેશા મહિલાઓ સારું માને છે પરંતુ એ જાણતી નથી કે, પીરિયડ્સમાં ફ્લો ઓછો છે કે વધારે , પીરિયડ્સ 1 કે 2 દિવસ આવવા સારી વાત નથી. આવું થાઈરોડ, હોર્મોન ઈન્બેલેન્સ કે પછી કેટલીક અન્ય દવાઓના કારણે પણ થઈ શકે છે.

જો તમારા પીરિયડ્સ અચાનક અનિયમિત થઈ જાય છે તો. તમારે આ વાત પર ધ્યાન આપવાનું રહેશે. તેમજ પીરિયડ્સમાં હેવી ફ્લો કે પછી અચાનક ફ્લો ઓછો આવે તો આ કોઈ બીમારીનો સંકેત હોય શકે છે.તમારા પીરિયડ્સ સાથે સંબંધિત આ સંકેતોને અવગણશો નહીં.

કેટલીક વખત હોર્મોનમાં ફેરફાર થવાના કારણે મહિલાને પીરિયડ્સ વચ્ચે બ્લીડિંગ થઈ શકે છે. હોર્મોનમાં ફેરફાર અનેક કારણથી થઈ શકે છે. જેમ કે, સ્ટ્રેસ, કંટઆસેપ્શન,મોનોપોઝ વગેરે, જો તમને વજાઈનલ ઈન્ફેક્શન નથી અને ઈજા થઈ નથી. તેમ છતાં બ્લીડિંગ થઈ રહ્યું છે. તો આ પીરિયડ્સ નથી. હોર્મોનમાં ફેરફાર થવાના કારણે પણ બ્લીડિંગ થઈ શકે છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
