Financial Planning: 10 વર્ષમાં ₹3 કરોડ! SIP ની આ સ્ટ્રેટેજી તમને ખબર છે કે નહીં? મોંઘવારીના આ યુગમાં મ્યુચ્યુઅલ ફંડ કેમ બેસ્ટ છે?
મોંઘવારીના આ યુગમાં મોટાભાગના લોકો માટે 3 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરવું એ એક સપના જેવું છે. જો કે, યોગ્ય પ્લાનિંગ અને નિયમિત રોકાણ સાથે આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

જો રોકાણકાર નિયમિતતા અને ડિસિપ્લિન સાથે દર મહિને રોકાણ કરે છે, તો 10 વર્ષમાં મજબૂત વેલ્થ તૈયાર થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ SIP જેવા વિકલ્પો લાંબાગાળે કમ્પાઉન્ડિંગનો મોટો ફાયદો આપે છે. એવામાં ચાલો જાણીએ કે, 10 વર્ષમાં 3 કરોડ રૂપિયા જમા કરવા માટે દર મહિને કેટલાની SIP કરવી પડશે.

કોઈપણ રોકાણની શરૂઆત એક ચોક્કસ લક્ષ્ય નક્કી કરવાથી થાય છે. એવામાં જ્યારે કોઈ એક રકમ સ્પષ્ટ હોય અને પ્લાનિંગ કરવાનું મન હોય, ત્યારે રોકાણની દિશા નક્કી કરવી સરળ બને છે. આનાથી રોકાણકારો યોગ્ય સ્કીમ પસંદ કરી શકે છે અને અધવચ્ચે રોકાણ બંધ થવાની શક્યતા ઘણી હદ સુધી ઘટી જાય છે.

SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) માં દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરવામાં આવે છે. આનાથી બજારના ઉતાર-ચઢાવની અસર ઓછી થાય છે અને લાંબાગાળે કમ્પાઉન્ડિંગના ફાયદાથી પૈસા ઝડપી રીતે વધે છે. આ જ કારણ છે કે, SIP ને લાંબાગાળાના રોકાણ માટે એક શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે.

જો કોઈ રોકાણકાર સરેરાશ 12% વાર્ષિક રિટર્ન માનીને ચાલે, તો તેને દર મહિને આશરે ₹1,29,000નું રોકાણ કરવું પડશે. 10 વર્ષમાં કુલ રોકાણ આશરે ₹1,55,00,000 થશે. આના પર અંદાજિત રિટર્ન આશરે ₹1,45,00,000 જેટલું મળી શકે છે. આમ કુલ ફંડ ₹3,00,00,000 સુધી પહોંચી શકે છે.

જો તમારું લક્ષ્ય 10 વર્ષમાં ₹3 કરોડ કમાવવાનું છે, તો તમારે સ્માર્ટ રોકાણ કરવાની જરૂર છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આશરે ₹1,29,000 ની માસિક SIP કરવાની જરૂર છે. 10 વર્ષમાં તમારું કુલ રોકાણ આશરે ₹1.55 કરોડ થશે. એવો અંદાજ છે કે, તમે આ સમયગાળા દરમિયાન આશરે ₹1.45 કરોડનું રિટર્ન મેળવી શકો છો, જે તમારા કુલ ફંડને ₹3 કરોડ જેટલું બનાવી શકે છે.

આ ગણતરી 12% સરેરાશ વાર્ષિક રિટર્ન પર આધારિત છે. બજારમાં ઇક્વિટી ફંડ્સમાં જોખમ વધારે હોય છે, જ્યારે FDમાં જોખમ ઓછું હોય છે. વધુ સુરક્ષિત અને લાંબાગાળાનો લાભ મેળવવા માટે તમારા રોકાણને લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ફંડમાં ડાયવર્સિફિકેશન કરવું જરૂરી છે.

SIP રિટર્ન બજાર પર આધાર રાખે છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ વધુ રિટર્ન આપી શકે છે પરંતુ તેમાં જોખમ પણ હોય છે. આથી, રોકાણ કરતા પહેલા તમારી જોખમ લેવાની ક્ષમતાને સમજવી જરૂરી છે. જો તમે ઓછું જોખમ લેવાની ક્ષમતા પસંદ કરો છો, તો તમે અલગ અલગ યોજનામાં રોકાણ કરી શકો છો.

માત્ર એક જ ફંડમાં પૈસા રોકવાથી જોખમ વધે છે. આથી રોકાણને લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ફંડમાં વહેંચવાથી જોખમ ઓછું થાય છે અને રિટર્ન વધારે સ્થિર રહે છે. વધુમાં લાંબાગાળે ડાયવર્સિફિકેશન રોકાણને વધુ સુરક્ષિત બનાવે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, મ્યુચ્યુઅલ ફંડમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ પણ વાંચો: Mutual Fund : રોકાણકારોને મોટી રાહત ! સેબીએ ટ્રાન્સફર નિયમો સરળ બનાવ્યા, બસ આ શરતો ધ્યાનમાં રાખો
