Breaking News : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા, 85 ટીમોને સર્વે માટે ઉતારવામાં આવી
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટાઈફોઈડના વધતા કેસોથી આરોગ્ય તંત્રમાં ચિંતા ફેલાઈ છે. સરકારી આંકડા મુજબ તાજેતરમાં વધુ 11 નવા કેસ નોંધાયા છે, જેથી અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા 144 પર પહોંચી છે. હાલમાં 85 દર્દીઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 59 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ સ્થિતિને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સેક્ટર-24, 26, 28 અને આદિવાડા વિસ્તારોમાં કુલ 85 ટીમો દ્વારા ઘરે-ઘરે સર્વે કરવામાં આવી રહ્યો છે. સાથે જ લોકોને ક્લોરિન ટેબલેટ અને ORS પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ક્લોરીનેશન વધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
મુખ્યપ્રધાન દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવાઇ
ટાઈફોઈડના વધતા કેસોને ધ્યાનમાં લઈ ગઈકાલે મુખ્યપ્રધાન દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી અને સ્થિતિ ઝડપથી સુધરે તે માટે કલેક્ટરને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠક બાદ માર્ગ અને મકાન વિભાગ તેમજ મનપા દ્વારા પાણીની લાઈનમાં લીકેજ શોધી તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ, વિપક્ષે તંત્ર પર ટાઈફોઈડના સાચા આંકડા છુપાવવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. જો કે આરોગ્ય વિભાગનું કહેવું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને રોગનો પ્રસાર અટકાવવા તમામ શક્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન